વિસાવદર શહેરની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્તર,ક્લાર્ક તથા પોસ્ટમેન ફાળવવા ટિમ ગબ્બર ની રજુવાત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wfcnke5s4kp79eki/" left="-10"]

વિસાવદર શહેરની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્તર,ક્લાર્ક તથા પોસ્ટમેન ફાળવવા ટિમ ગબ્બર ની રજુવાત


ગુજરાતના કે.એચ.ગજેરા તથા નયનભાઇ આર.જોશી એડવોકેટને વિસાવદર સિટીના લોકો તરફથી અવારનવાર રજૂઆતો મળેલ છે કે,વિસાવદર પોસ્ટ ઓફિસમાં છેલ્લા ઘણા સમયથી પોસ્ટ માસ્તરની તથા કલાર્કની અને પોસ્ટમેનોની જગ્યાઓ ખાલી છે આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્તર,ક્લાર્ક,પોસ્ટમેનની જે જગ્યાઓ ખાલી છે ત્યાં કોઈની નિમણુંક કરવામાં આવતી નથી અને અગાવ આ પોસ્ટઓફિસમાં ૪ પોસ્ટમેન હતા ત્યારબાદ વસ્તી અને વિસ્તારમાં ઘણો મોટો વધારો થયેલ છે પરંતુ અહીંની કચેરીના કામગીરીના પ્રમાણમાં પોસ્ટમેનની નિમણુંક કરવામાં આવેલ નથી અને તેના કારણે વિસાવદર શહેરની પ્રજાને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.જ્યારે એક પોસ્ટમેન કે અન્ય કર્મચારી બીમાર હોય કે રજા ઉપર હોય ત્યારે લોકોને પોસ્ટ કરેલી અગત્યની પોસ્ટ કે કવરોની ડિલિવરી થઈ શકતી નથી અને ઓફિસનો તમામ વહીવટ ખોરંભે પડતો હોય આવી ફરિયાદો અનેકવાર ઉઠવા છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવતું નથી તેથી વહેલમાં વહેલી તકે પોસ્ટમાસ્તર,તથા સ્ટેન્થ મુજબના જરૂરી ક્લાર્ક તથા ૨ થી ૩ પોસ્ટમેનની નિમણુંક તાત્કાલિક કરવામાં આવે તેવી અમારી ટિમ ગબ્બરની માંગણી સાથે રજુઆત છે.

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]