અખબારી યાદી તા.૧૯/૦૬/૨૦૨૨ નલીનકાંત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદનું અધિવેશન યોજાયું - At This Time

અખબારી યાદી તા.૧૯/૦૬/૨૦૨૨ નલીનકાંત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદનું અધિવેશન યોજાયું


અખબારી યાદી તા.૧૯/૦૬/૨૦૨૨
નલીનકાંત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદનું અધિવેશન યોજાયું
***************
સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને તાલુકા જિલ્લાના તમામ કારોબારી હોદ્દેદારો દ્વારા આયોજિત પત્રકાર અધિવેશન ગુજરાત રાજ્યના પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ કાર્યરત નલીનકાંન્ત ટાઉનહોલ, હિંમતનગર ખાતે યોજાયું હતું. ગુજરાત રાજ્યના તમામ જિલ્લા અને તાલુકાના પત્રકારો સંગઠીત થાય તે હેતુથી પત્રકાર એકતા પરિષદ અધિવેશનનું નિર્માણ કરવામા આવ્યુ છે.
પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાએ જણાવ્યુ હતુ કે પત્રકાર એકતા પરિષદ અધિવેશની શરૂઆત ત્રણ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. રાજ્યના પત્રકારોને પડતી તમામ મુશ્કેલીઓનું સુખદ સમાધાન લાવી શકાય એ માટે આ એકતા પરિષદ સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ સંસ્થા થકી પત્રકારની સુરક્ષાને લઇને સરકાર સમક્ષ ૧૪ જેટલી માંગણીઓની રજૂઆત કરવામાં આવી હતી.જેમાંથી આઠ જેટલી માંગણીઓ સરકારશ્રી દ્વારા સ્વીકાર કરવામાં આવી છે અને બાકીની રહેતી માંગણીઓ પર ચર્ચા-વિચારણા શરૂ છે.આગામી ટુંક સમયમાં પત્રકારોની સુરક્ષાને ધ્યાને લઇને આ સંસ્થા થકી પત્રકારોને ૧૦ લાખનું સુરક્ષા વિમા કવચ આપવામાં આવશે. આગામી સમયમાં રાજ્યકક્ષાએ એક મોટુ પત્રકાર પરિષદ અધિવેશન યોજવાનું આયોજન હાથ ધર્યું છે.
આ પ્રસંગે પત્રકાર એકતા પરિષદના પ્રદેશ પ્રભારીશ્રી ગૌરાંગભાઈ પંડ્યાએ જણાવ્યું હતુ કે ગુજરાત રાજ્યમાં ૩૩ જિલ્લાઓમાંથી ૩૨ જિલ્લાઓમાં આ પરિષદની કારોબારીની રચના પૂર્ણ કરી છે અને ૨૫૨ તાલુકામાંથી ૨૩૮ તાલુકામાં પત્રકાર પરિષદની કારોબારીની રચના થઈ છે. આ સંસ્થાએ અનેકવિધ કાર્યો કરીને સફળતા મેળવી છે. આગામી સમયમાં પત્રકારોના હિત માટે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસ, રોટરી ક્લબ,લાયન્સ ક્લબ સાથે સેવાકિય પ્રવૃતિઓ માટે એમોયુ કરવા જઈ રહ્યા છીએ. પત્રકાર એકતા પરિષદમાં ગુજરાતના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી ૫૦૦૦ થી વધુ પત્રકારો સંગઠિત થયા છે તેનો આનંદ છે.અને નવા લોકો આ સંસ્થામાં રજીસ્ટ્રેશન કરાવીને જોડાય તેવી આશા વ્યક્ત કરી હતી.
આ અવસરે નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઈ મછારે જણાવ્યું હતું કે પત્રકારત્વએ સમાજનું દર્પણ છે, ચોથી જાગીર તરીકે ઓળખાય છે. સમાજ રાષ્ટ્રના વિકાસમાં અને સમાજમાં બનતી ઘટનાઓ સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, શૈક્ષણિક ક્ષેત્રે સારી કામગીરીને ઉજાગર કરવાનું તથા તૃટીઓને તટસ્થતાથી બહાર લાવવાનું કામ પત્રકારત્વના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમ થકી વહીવટી તંત્ર અને સરકાર અને સમાજને ધ્યાન દોરવાનું કામ કરે છે. આજે પણ લોકો પત્રકારત્વને પ્રાથમિકતા આપે છે. જે આપણા સૌનું ગૌરવ અને નોંધનીય બાબત છે. એકતા સંગઠનમાં શક્તિ છે. શક્તિને સકારાત્મક રીતે જનહિતમાં આગળ ધપાવીએ આપણી સૌની જવાબદારી અને કર્તવ્ય છે .આથી જ શબ્દ સૈનિકો તરીકે કામ કરીએ. શબ્દ બ્રહ્મવાક્ય બને અને સંયમ,સોહાર્દ વિનય વિવેકથી વાત રજુ થાય તે પણ જરૂરી છે. તટસ્થતા સત્યની સાથે રહીને સાચી વાત રજૂ કરવાની નૈતિક હિંમત અને કાર્ય કરવું જોઈએ.
આ અધિવેશનમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી, વિર પ્રતાપ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી ભુગુવેન્દ્રસિંહ કુંપાવત, સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી સંજયભાઈ દિક્ષિત, પત્રકાર એકતા સમિતિના ગુજરાત પ્રદેશ પ્રતિનિધિ કિરણભાઈ મલેશિયા, સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખશ્રી અલ્તાફભાઇ લુહાર, પત્રકાર એકતા પરિષદના હિંમતનગર તાલુકા પ્રમુખશ્રી અર્જુનભાઈ ભાટી તેમજ વિવિધ જિલ્લામાંથી પધારેલા પ્રતિનિધિઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.અને સંગઠનને મજબૂત બનાવવા કટિબ
ધ્ધતા વ્યક્ત કરી હતા.

રીપોર્ટર રીઝવાના મન્સૂરી હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.