ગીર સોમનાથ એલસીબી દ્વારા ખાપટ ગામ પાસેથી splendor ગાડી માં ચોર ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા બૂટલેગરને પકડયા - At This Time

ગીર સોમનાથ એલસીબી દ્વારા ખાપટ ગામ પાસેથી splendor ગાડી માં ચોર ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા બૂટલેગરને પકડયા


GUJARAT POLICE

દીવ માંથી ગુજરાતમાં ઇંગ્લીશ દારૂ ઘુસાડવાના વધુ એક કિમીયાનો પર્દાફાસ કરી બે ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ , ગીર સોમનાથ

જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન.જાડેજા સાહેબ નાઓએ જીલ્લામાં ચાલતી પ્રોહી / જુગારની બદી નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃતિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને , એલ.સી.બી. ગીર સોમનાથના ઇ.ચા. પોલીસ ઇન્સપેકટર કે.જે.ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ , ગઇકાલ તા .૧૮ / ૦૬ / ૨૦૨૨ ના રોજ એલ.સી.બી.ગીરસોમનાથના પોલીસ હેડ કોન્સ પ્રફુલભાઇ વાઢેર , રાજુભાઇ ગઢીયા , પો.કોન્સ સંદિપભાઇ ઝણકાટ , નાઓ જીલ્લાના પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય અને ઉના પો.સ્ટે.ના ખાપટ ગામે પહોંચતા બાતમી રાહે હકીકત મળેલ કે બે ઇસમો મોટર સાયકલમાં ચોરખાના બનાવી દીવમાંથી પરપ્રાંતનો ઇંગ્લીશ દારૂ ભરી ઉના થી ગીરગઢડા તરફ આવનાર છે.જેથી ખાપટ ગામે વોચમાં રહી હકીકત વાળી મોટર સાયકલ રોકાવી ચેક કરતા બે ઇસમો ( ૧ ) મનીષભાઇ કીશનભાઇ બાંભણીયા કોળી ઉ.વ .૧૯ ધંધો મજુરી રહે.કોડીનાર બાયપાસ રોડ ગૌશાળાની બાજુમાં તા.કોડીનાર તથા નં . ( ૨ ) જયેશભાઇ ધીરૂભાઇ કામળીયા કોળી ઉ.વ .૨૫ ધંધો મજુરી રહે.કોડીનાર બાયપાસ રોડ ગૌશાળાની બાજુમાં તા.કોડીનાર વાળાઓની કબ્જા હવાલા વાળી હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. GJ - 11 - KK - 4968 વાળી મોટરસાયકલ ની સીટ નીચે તથા પેટ્રોલની ટાંકી માં તથા સાઇડના પડીયામાં ચોરખાના બનાવેલ હોય જેમાંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પ્લાસ્ટીકની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ -૬૭ કી.રૂ .૩૩૫૦ / - તથા મોટર સાયકલની કી.રૂ .૧૫૦૦૦ / -મળી કુલ કી.રૂ .૧૮૩૫૦ / -ના પ્રોહી મુદામાલ સાથે પકડી પાડી બંને ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઉના પો.સ્ટે.માં ગુન્હો રજીસ્ટર કરાવેલ . તેમજ એલ.સી.બી.ગીરસોમનાથ દ્વારા અગાઉ સોડા - શોપની વાન ગાડીના લોકેશન માંથી તથા એમઝોન ઓનલાઇન પાર્સલમાં તથા કેરીના બોક્ષમાં દીવમાંથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યા બાદ દારૂની હેરાફેરીના વધુ એક કિમીયા ને નિષ્ફળ બનાવેલ છે .

કામગીરી કરનાર : - એલ.સી.બી. ગીર સોમનાથના ઇ.ચા. પોલીસ ઇન્સપેકટર કે.જે.ચૌહાણના માર્ગદર્શન મુજબ પોલીસ હેડ કોન્સ . પ્રફુલભાઇ વાઢેર , રાજુભાઇ ગઢીયા , પો.કોન્સ . સંદિપભાઇ ઝણકાટ ,

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon