ઉના તાલુકાના દેલવાડા કુમાર શાળાનો વિદ્યાર્થી ડીએલએસએસ સ્કૂલ માં પસંદગી પામ્યો - At This Time

ઉના તાલુકાના દેલવાડા કુમાર શાળાનો વિદ્યાર્થી ડીએલએસએસ સ્કૂલ માં પસંદગી પામ્યો


ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની શ્રી દેલવાડા કુમાર પે સેન્ટર શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી વાજા હર્ષદ પ્રવીણભાઈ DLSS સ્કૂલમાં પસંદગી પામ્યો છે. તેણે ભાવનગર જિલ્લાની સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટ, કાળિયાબીડ સ્કૂલ પસંદ કરેલ છે.

આ વિદ્યાર્થીએ ગત ખેલમહાકુંભમાં ઉના તાલુકા કક્ષાએ એથ્લેટીક્સ અંડર-11 ની 50 મીટર દોડમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. ત્યારબાદ જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટમાં પણ સારો દેખાવ કર્યો અને પછી DLSS સ્કૂલ માટે પસંદ થઈને શાળાનું તેમજ ગામનું ગૌરવ વધારેલ છે.

તેની આ સફળતા બદલ દેલવાડા કુમાર શાળાના આચાર્ય રાઠોડ વિજયભાઈ, શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો તેમજ તેના માર્ગદર્શક નારણભાઇ વંશએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon