ધારાસભાની ચૂંટણી પહેલાનો ચૂંટણી જીતવાનો માસ્ટર સ્ટ્રોક લગાવતા હષૅદ રીબડીયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wca2z6z9n0imcdrt/" left="-10"]

ધારાસભાની ચૂંટણી પહેલાનો ચૂંટણી જીતવાનો માસ્ટર સ્ટ્રોક લગાવતા હષૅદ રીબડીયા


પોતાના વિસ્તારના ૯૧૧ લાખના કામોને સરકાર માંથી સ્વિકૃતિ અપાવી

વિસાવદરતા.વિસાવદર ના પૂર્વ ધારાસભ્ય હર્ષદ ભાઈ રિબડીયા,જિલ્લા ભાજપ પ્રમુખકિરીટપટેલ અને સંસદસભ્ય રાજેશચુડાસમાના સંયુક્ત પ્રયાસોથી વિસાવદર -ભેસાણ તથા ગ્રામ્ય પ્રજાની સુખાકારી માટે સતત લોકોની ખેવના કરનાર ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તથા મંત્રીશ્રી જગદીશ પંચાલ દ્વારા વિસાવદર વિધાનસભા સમગ્ર મત ક્ષેત્ર માટે ઉપરોક્ત રકમના રોડ રસ્તા મંજુર કરેલ છે વિસાવદર આજે ચૂંટણીની દોડધામ વચ્ચે ફરીથી પોતાના વિસ્તારમાં કામોની મંજુરીથી આનંદવિભોર થયેલા પૂવૅ ધારાસભ્યે રાજીનામાં પછી પણ દબદબો કાયમ જ છે એવું સાબિત કર્યુ.પોતાના ધારાસભ્યના કાયૅકાળ દરમિયાન વિવિધ રસ્તાઓ તેમજ અન્ય કામોમાં સતત પ્રવૃત રહેતા પૂવૅ ધારાસભ્ય હષૅદ રીબડીયાએ કેસરીયા પહેર્યા પછી ફરી એ સાબિત કર્યુ કે એકવાર ફીરસે રીબડીયા સરકાર દિલસે જો ચૂંટણી જીતેતો ના નારા લગાવવા લોકો તૈયાર થશે જ એટલે જ
વિસાવદર ભેસાણ તેમજ જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના વિવિધ રસ્તાઓના કામને મંજુરી મળેલછે.જેમાંશોભાવડલા,દુધાળા,પીડાખાઈ,ભેસાણ,કાલસારી,બીલખા,જેતલવડ,મંડલીકપુર તથા પરબવાવડિ જેવા વિસ્તારના લોકોને આ રસ્તાઓ બનવાથી વાહનવ્યવહાર ક્ષેત્રે પડતી મુશ્કેલીઓમાં રાહત થશે.એમ કહેવાય છે સતત દોડધામ વચ્ચે ચૂંટણીની આચારસંહિતા પહેલા આ એક ખૂબ મોટી મંજુરી લઈને આવતા પૂવૅ ધારાસભ્યને લોકોએ સહષૅ વધાવ્યા છે.વિધાનસભા સમગ્ર મત ક્ષેત્ર માટે ઉપરોક્ત રકમના રોડ રસ્તા મંજુર કરેલ છે જેમાં વિસાવદર કાલસારી રાજપરા રોડ ૪૦ લાખ,બગડું-જામકા રોડ ૧૫ લાખ, શોભાવડલા (ગીર) એપ્રોચ રોડમાં ડામર કામ, નાળા પુલિયા,નાળા, દીવાલ કામ,તથા સી.સી.રોડના કામના ૩૫ લાખ,દુધાળા મુનિઆશ્રમ રોડ માટે નાળા, દીવાલ કામ,તથા સી.સી.રોડના કામના ૨૧૦ લાખ,અંબાળા-જેતલવડ રોડ માટે નાળા, દીવાલ કામ,તથા સી.સી.રોડના કામના ૨૧૦ લાખ,ભેસાણ પરબવાવડી એપ્રોચ રોડ મેટલ કામ તથા સી.સી.રોડ માટે ૪૧.૫૦ લાખ,ભેસાણ રફાળિયા બાયપાસ રોડ,૮ મીટર ગાળા માઇનોર બ્રિજ તથા બન્ને સાઈડની દીવાલો માટે ૪૫ લાખ, તથા બીલખા ઉમરાળા રોડ માટે ૪૦ લાખ,બીલખા મંડલીકપુર રોડ માટે બી.એસ.જી.કાર્પેટ તથા સિલકોટ માટે ૧૨૫ લાખ,તથા જામકા-ઇટાળી રોડ માટે .એસ.જી.કાર્પેટ તથા સિલકોટ માટે ૧૫૦ લાખ મળી કુલ રૂપિયા ૯૧૧ લાખના રોડ રસ્તાના કામો મંજુર કરવામાં આવેલ છે

રિપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]