દારૂના ગુનામાં સંડોવાયેલા બુટલેગરને પાછા હેઠળ ધરપકડ કરીને ભુજની પાલાર જેલ હવાલે કરાયો - At This Time

દારૂના ગુનામાં સંડોવાયેલા બુટલેગરને પાછા હેઠળ ધરપકડ કરીને ભુજની પાલાર જેલ હવાલે કરાયો


બોટાદ એલસીબી પોલીસે 20 એક દિવસ પહેલા બરવાળા ના ભાવનગર હાઈવે પરથી ઘઉંની આડમાં 1104 પેટી વિદેશી દારૂ ભરેલી ટ્રકને ઝડપી લીધો હતો જેનો આરોપી રાજસ્થાનના સુનિલકુમાર બાબુલાલ બીસરોઈને ધરપકડ કરી હતી બોટાદ એલસીબી પોલીસે આરોપીની વધુ તપાસ કરતા આરોપી સુનિલકુમાર બાબુલાલ બીસરોઈ જે રાજસ્થાન નો વતની છે અને વિદેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવતા એલસીબી પોલીસે પાસા એકટની કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી ભુજની પાલાર જેલ હવાલે કરાયો હતો બોટાદ જિલ્લાના બરવાળા ગામે ભાવનગર હાઈવે પરથી ગત 21 ફેબ્રુઆરીએ એલસીબી ઇન્ચાર્જ પી.આઈ સોલંકી અને સ્ટાફ દ્વારા ઘઉંની આડમાં વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડ્યો હતો જે પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી 1104 પેટી દારૂ મળી આવતા એલસીબી પોલીસે કુલ રૂપિયા 67 લાખનો મુદ્દા માલ જપ્ત કરી હતી બોટાદ એલસીબી પોલીસે આરોપી સુનિલકુમાર બાબુલાલ બીસરોઈ વિરુદ્ધ પાસા એકટ હેઠળ કાર્યવાહી કરી હતી અને આરોપી સુનિલકુમાર બાબુલાલ બીસરોઈની બોટાદ એલસીબી પી.આઇ સોલંકી અને સ્ટાફ દ્વારા પાસા હેઠળ ધરપકડ કરીને ભુજની પાલાર જેલ હવાલે કરાયો હતો.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.