*મુળી ના સરલા માં સફેદમાટી ની ખાણોમા જિલેટીન વિસ્ફોટ ના કારણે ખેડૂતો ત્રાહિમામ..* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ityhrut3tejnopt3/" left="-10"]

*મુળી ના સરલા માં સફેદમાટી ની ખાણોમા જિલેટીન વિસ્ફોટ ના કારણે ખેડૂતો ત્રાહિમામ..*


*અનેક રજુઆત બાદ ખેડૂત દ્વારા વિડીયો વાયરલ કરી ખેતી બચાવી લેવા કરી આજીજી*

સુરેન્દ્રનગર જીલ્લા નાં સરલા થી દુધ‌ઈ ના રસ્તા ઉપર સફેદમાટી ની ખાણો ધમધમી રહી છે ત્યારે આજુબાજુ માં ખેડૂતો ને મોટું નુકસાન થ‌ઈ રહ્યા ની રાવ ઉઠવા પામી છે જેમાં સરલા ના ખેડૂત ગગજીભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે મારી બાજુમાં ખાતેદાર ખેડૂત ની જમીનમાં સફેદમાટી ની ખાણો છેલ્લા એકવર્ષે થી ધમધમી રહી છે અને બેરોકટોક ખનિજ ખનન વહન ગેરકાયદેસર કરવામાં આવે છે અને જિલેટીન વિસ્ફોટ મોટા મોટા એક સાથે ૫૦ વિસ્ફોટ કરવામાં આવે છે તેના કારણે ધરતી ધણધણી ઉઠે છે અને અમારા બોર મોટર ને મોટું નુકસાન થ‌ઈ રહ્યા છે મારે આ કારણે નવા બે બોર કરવાની આફત આવી છે ધડાકા ના કારણે મોટર પણ બોર બહાર નિકળતી નથી અને અમો આ ખેતી ની જમીન હવે વાવેતર કરી શકીએ તેમ નથી અમારે ખેતી છોડવાની આફત આ ખનીજ ખનન વહન થી કરવાની આફત આવી છે આ બાબતે આ ખેડૂત દ્વારા અનેક રજુઆત મામલતદાર મુળી ખાણ ખનીજ વિભાગ માં કરવામાં આવી છે પરંતુ અધિકારી ઓ હપ્તો લ‌ઈ ચાલ્યા જાય છે કોઈ કાયદેસર કાર્યવાહી કરતાં નથી ત્યારે અમારે આ બાબતે ફરિયાદ કંયા જ‌ઈ કરવી તે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે આ સફેદમાટી ખનીજ વિસ્ફોટ ના કારણે નર્મદા વિભાગ પાણી પુરવઠા ની જે ટાંકી સંપ આવેલ છે તેને પણ મોટું નુકસાન થયું છે અંહી થી ચાર ગામોને પાણી વિતરણ કરવા માં આવે છે સરકારી મિલકત ને પણ મોટું નુકસાન આ ખનીજ માફીયાઓ કરી રહ્યા છે ગગજીભાઈ સોલંકી એ વધુમાં જણાવ્યુ હતું કે આ ખનીજ ખોદકામ તાત્કાલિક બંધ કરવામાં આવે નહીંતર અમારે ખેતી છોડી મજુરી કામે જવાની નોબત આ ખનીજ ખોદકામ થી આવી પડી છે તો ખાણ ખનીજ વિભાગ આ ખોદકામ તાત્કાલિક બંધ કરાવે સરલા થી દુધ‌ઈ રોડ ઉપર નર્મદા ના સંપ પાસે ખાતેદાર ખેડૂત ની જમીનમાં આ ખાણો ધમધમી રહી છે અને મારા જેવા સાત ખેડૂતો ને મોટાપ્રમાણમા નુકસાન બોર મોટરમા કરી રહ્યા છે
અહેવાલ જેસીંગભાઇ,, સારોલા
બિઝનેસ પાર્ટનર રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]