કંથકોટ ગામ ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નુ આયોજન કરવા માં આવ્યું. - At This Time

કંથકોટ ગામ ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નુ આયોજન કરવા માં આવ્યું.


આધોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કંથકોટ ગામ ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નુ આજરોજ આયોજન કરવા માં આવ્યું હતું જે ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સાહેબ તેમજ અધોઇ પી.એચ.સી ના મેડિકલ ઓફિસર ડૉ. અનીશાબેન બેન તેમજ ડૉ. રોશન બલાત તથા,એડ઼ોલેસન્ટ કાઉન્સિલર કિરેન પાતર, ના માર્ગદર્શન હેઠળ કંઠકોટ સબ સેન્ટર ના આગંણવાડી કેન્દ્વ ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અડોલેસેન્ટ હેલ્થ કાઉન્સિલર- કિરેન પાતર, સી એચ ઓ. ઉમંગ મોદી એ. એન. એમ. રક્ષાબેન , એમ પી એચ ડબલ્યુ સુરેશ ભાઈ ઝાલા આશવર્કર રૂકસાના બેન, રાજબાઇ તેમજ આગંણવાડી ચંપાબેન તથા નૈનાબેન અને તેમના હેલપર હાજર રહ્યા હતા.
જેમાં ન્યુટ્રીશન ખોરાક ના છ ઘટકો તેમજ આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માં માહિતી આપી હતી. . દરેક કિશોરી નુ વજન ,ઉંચાઇ કરવા માં આવ્યું હતું તથા લોહીની તપાસ કરવામાં આવી હતી તથા માસિક ધર્મ વિશે માહિતી આપવામાં આવી હતી.
જેમાં અલ્પાહાર આપીને કાયૅકૃમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.