સાળંગપુર ખાતે આચાર્ય શ્રી રાકેશ પ્રશાદજી ના ૫૬માં જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time

સાળંગપુર ખાતે આચાર્ય શ્રી રાકેશ પ્રશાદજી ના ૫૬માં જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી


શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનો પ્રૌઢ પ્રતાપ દિગંતમાં વ્યાપી રહ્યો છે, અનેક દીન દુઃખીઓના દુઃખ દુર કરી આધિ,વ્યાધિ,ઉપાધિથી મૂક્તિ અપાવી મહાસુખીયા કરવાનું સદાવ્રત શ્રી કષ્ટભંજન દાદા દ્વારા અવિરત ચાલી રહ્યું છે. જેના કારણે આજે આપણે “ શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ ” શક્તિ નો  સાક્ષાત અનુભવ કરી રહ્યા છીએ. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી અને  કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડના સંપૂર્ણ સાથ સહકારથી તેમજ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદથી ૧૦૦૦ રૂમો તથા વિશાળ હોલની સુવિધાવાળું ગુજરાતનું પ્રથમ તા.૦૩ ઓગષ્ટ ૨૦૨૨,બુધવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને ફૂલનો દિવ્ય શણગાર અને  નૂતન સદ્‌ગુરુ યોગીવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રીક ભવનનું ખાતમુહૂર્ત અને શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિ સનાતન પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીનો ૫૬મો જન્મઉત્સવની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ કલાકે દરમિયાન કરવામાં આવેલ. જેમાં વડતાલ,ગઢડા,જૂનાગઢ,ભુજ વિગેરે ધામોધામથી ૩૦૦ કરતા પણ વધારે સંતો તથા હજારો હરિભક્તો પધારેલ જેમાં દાદાના શણગાર -આરતી -મહારજશ્રી-સંતોના આશીર્વચન દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભક્તોએ પ્રત્યક્ષ-ઘેરબેઠા ઓનલાઈન યુટ્યુબ ચેનલ દ્વારા લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
મંદિરના પટાંગણમાં શ્રાવણ માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.