વડનગરમાં ચાઈના દોરી ના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે - At This Time

વડનગરમાં ચાઈના દોરી ના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે નગરપાલિકા અને મહેસાણા જિલ્લાવહીવટી તંત્ર દ્વારા પતંગ નો વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ ને જાહેર સૂચના આપવામાં આવી છે.
સરકારશ્રી એ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેથી વડનગર નગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા તંત્ર દ્વારા વડનગર ની જનતા ને ચાઈનીઝ દોરી ના ખરીદવા ની સૂચના ગુરુવાર તા. 05/01/2023 ના રોજ જનહિત માં સૂચના જારી કરવામાં આવી છે. તેની સાથે પ્રજાજનોને ચાઈનીઝ દોરી ના ખરીદવા નમ્ર અપીલ કરવામાં આવી છે.
આ ચાઈનીઝ દોરી થી પશુપક્ષી તથા માનવી ઓ ને અકસ્માત વધુ થાય છે તેથી વડનગર માં પતંગ ના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ ને કડક સૂચના આપી છે કે જો સાઈનીઝ દોરી નું ખાનગી કે જાહેર માં વિતરણ કરતાં માલૂમ પડે છે તો કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવશે. વડનગર પતંગ ના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ કડકાઈ થી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે .અને વેપારીઓ ને ભય પણ લાગવા માંડયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.