લખતર ગામના પૌરાણિક રામમહેલમાં રામનવમીના પાવન તહેવાર નિમીતે મહાઆરતીનું આયોજન કરાયુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vqlschqayuqyzrex/" left="-10"]

લખતર ગામના પૌરાણિક રામમહેલમાં રામનવમીના પાવન તહેવાર નિમીતે મહાઆરતીનું આયોજન કરાયુ


લખતર ગામના પૌરાણિક રામમહેલમાં રામનવમીના પાવન તહેવાર નિમીતે મહાઆરતીનું આયોજન કરાયુ
શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ ભગવાન રામનો જન્મ ત્રેતાયુગમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીના દિવસે થયો હતોરામનવમીનો તહેવાર સમગ્ર ભારતમાં એક શુભ હિન્દૂ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે આ તહેવાર ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામના જન્મ નિમીતે ઉજવવામાં આવે છે આ તહેવાર ચંદ્રસોલર ચૈત્ર મહિનાના શુક્લપક્ષના નવમા દિવસે ઉજવવામાં આવતો હોય વિશ્વભરના લાખો ભક્તજનો માટે ખુબજ મહત્વ ધરાવે છે રામનવમીનો તહેવાર માત્ર ભગવાન રામના જન્મનુંજ નહિ પણ અનિષ્ઠ તત્વો પર સારા તત્વની જીત અને સદાચાર ધર્મના શાશ્વત સિદ્ધાંતોનું પ્રતીક છે ભગવાન રામનું જીવન નૈતિકતાના પ્રતીક તરીકે સેવા આપે છે જે ભક્તજન ફરજ સન્માન અને બલિદાનના મૂલ્યોને જાળવી રાખવા માટે પ્રેરણા આપે છે આપણને ભગવાન રામના સિદ્ધાંતો પર જીવવાની પ્રેરણા આપે છે રામનવમીનું ઐતિહાસિક મહત્વ પ્રાચીનકાળનું છે જ્યારે રાજા દશરથ સંતાન ઉતપન્ન કરવા અસમર્થ હતા આથી ઋષિ વશિષ્ઠની સલાહ મુજબ કામેષ્ઠ યજ્ઞ કર્યો હતો પરિણામે રાણી કૌશલ્યાની કુખે ભગવાન શ્રીરામ સુમિત્રાની કુખે શત્રુઘ્ન અને લક્ષમણ અને કૈકીયીની કુખે ભરતનો જન્મ થયો હતો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે જેના કારણે કર્ક રાશિનો ઉદય થઈ રહ્યો છે આ સાથે રામલલ્લાના જન્મ સમયે સૂર્ય દશમા ભાવમાં મેષ રાશિ સાથે હાજર રહ્યો હતો આ ઉપરાંત ગજકેશરી યોગપણ થઈ રહ્યો છે એવું માનવામાં આવે છે કે શ્રીરામના જન્મ સમયે તેમની કુંડળીમાં ગજકેસરી યોગ હતો ત્યારે લખતર રામમહેલમાં ભગવાન શ્રીરામના જન્મની ઉજવણીના ભાગરૂપે રામમહેલ જ્યારથી બનાવવામાં આવ્યો ત્યારથી દર વર્ષે ભગવાન શ્રીરામના જન્મની ઉજવણી ભાવપૂર્વક ભક્તિપૂર્વક શ્રધ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે આજે રામજન્મની ઉજવણીને લઈને રામજન્મની ઉજવણીના ભાગરૂપે રામજન્મ મહોત્સવ સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભક્તજન મહિલા પુરુષ નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન શ્રીરામને હિંડોળામાં જુલાવી ધન્ય બન્યા હતા

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]