ગઢડાના જાણીતા ડો. જી. વી. કળથીયાની કારનો વડોદરા પાસે અકસ્માત - At This Time

ગઢડાના જાણીતા ડો. જી. વી. કળથીયાની કારનો વડોદરા પાસે અકસ્માત


ગઢડાના જાણીતા ડો. જી. વી. કળથીયાની કારનો વડોદરા પાસે અકસ્માત

ટ્રક - કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: ગઢડાના જાણીતા ડો. જી. વી. કળથીયાની કારનો વડોદરા પાસે અકસ્માત ; ભાજપના પૂર્વ પ્રમુખનાં પત્નીનું મોત ; અન્ય 4 ઈજાગ્રસ્ત

ગઢડાના ડોક્ટર જી. વી. કળથીયાની કારને વડોદરા નજીક અકસ્માત નડ્યો હતો. જ્યાં કારમાં કુલ 5 લોકો સવાર હતા, જેમાં ગઢડા ભાજપના પૂર્વ પ્રમુખ વલ્લભભાઈ કળથીયાનાં ધર્મપત્નીનું મોત થયું હતું. તો ડોક્ટર જી. વી. કળથીયા સહિત અન્ય 4 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર હેઠળ ખસેડાયા હતા. ભાજપના પૂર્વ પ્રમુખનાં પત્નીનું મોત બોટાદ જિલ્લાના ગઢડાના ડો. જી. વી. કળથીયાની કાર અને એક ટ્રક વચ્ચે વડોદરા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ભાજપના પૂર્વ પ્રમુખ વલ્લભભાઈ કળથીયાનાં ધર્મપત્નીનું મોત થયું હતું ત્યારે ડોક્ટર જી. વી. કળથીયા સહિત અન્ય 4 લોકોને ઈજાઓ પહોંચી હતી. ભાજપના પૂર્વ પ્રમુખ વલ્લભભાઈ કળથીયાના ધર્મપત્ની દેવીલાબેનનું આ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. તો ડો. જી. વી. કળથીયાનાં ધર્મપત્ની ઉષાબેનને પણ ગંભીર ઈજા થતાં તેઓ હાલમાં સારવાર હેઠળ છે. તો ડો. જી. વી. કળથીયા સહિત અન્ય લોકોને સામાન્ય ઇજા થઈ છે. જેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં છે.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.