ગુજરાતના લાખો કર્મચારીઓને સીધી સ્પર્શતી જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરાવવા કર્મચારીઓ મેદાને. - At This Time

ગુજરાતના લાખો કર્મચારીઓને સીધી સ્પર્શતી જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરાવવા કર્મચારીઓ મેદાને.


ગુજરાતના લાખો કર્મચારીઓને સીધી સ્પર્શતી જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરાવવા કર્મચારીઓ મેદાને.
વિસાવદરતા.ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મંડળ દ્વારા જુની પેન્શન યોજના OPS માટે ની લડત ચળવળના સમર્થન માં સમગ્ર રાજ્યના જુદા જુદા કર્મચારી મંડળે સમર્થન જાહેર કરેલ અને ગુજરાત રાજ્ય આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યૂટર એસો.એ પણ કર્મચારી મંડળ ને ટેકો જાહેર કરેલ. જેના સમર્થન માં તારીખ 03/09/2022 ના રોજ સમગ્ર રાજ્યના મદદનીશ સરકારી વકીલ APP દ્વારા *કાળી પટ્ટી(બ્લેક રિબન) ધારણ કરી* આગવી શૈલીમાં સરકારશ્રીની કર્મચારીઓ પ્રત્યે ની પેન્શન ને લાગતી અપેક્ષાઓ અને ઉદાસીનતાનો વિરોધ કરેલ અને આવનારા સમય માં માસ CL તથા પેન ડાઉન પણ કરવામાં આવશે તેવી આંદોલન કરવાની ચીમકી ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મંડળ દ્વારા જુની પેન્શન યોજના OPS ને લઈ ધરવામાં આવશે તેવું જાહેર કરેલ. આ ઝૂંબેશ માં ધોરાજી ના *APP શ્રી જે. વી. જોશી અને શ્રી એસ. બી . ચૌધરી એ* કાળી પટ્ટી ધારણ કરી સરકાર શ્રી ની NPS ન્યુ પેન્શન સ્કીમના વિરોધ માં અને OPS ઓલ્ડ પેન્શન સ્કીમ ફરી ચાલુ કરવાના રાજ્ય કર્મચારી મંડળના સમર્થનમાં આજે પ્રખર વિરોધ સાથે કોર્ટ કામગીરી કરેલ હતી અને સરકારશ્રી ને જુની પેન્શન યોજના OPS ફરી લાગુ કરવા અને સમગ્ર કર્મચારીઓના હિત માં નિર્ણય કરવા વિનંતી કરી હતી. આ તકે એ નોંધવું પણ જરૂરી છે કે,વિસાવદર ટિમ ગબ્બરના કે.એચ.ગજેરા તથા નયનભાઈ જોશી એડવોકેટ સહિતની સમગ્ર ગુજરાતમાં આવેલી સંસ્થાઓએ પણ વડાપ્રધાન, મુખ્યમંત્રી, તથા રાજ્યપાલને લેખીત રજુઆત કરી જણાવેલ હતું કે,ગુજરાતમાં સને ૨૦૦૪ના અરસામાં કર્મચારીઓ માટેની જૂની પેન્શન યોજના બંધ કરવામાં આવેલ છે અને બંધારણની જોગવાઈ મુજબ આખી જિંદગી વફાદારીથી નોકરી કરેલ હોય તેઓને બંધારણીય રીતે પેન્શન મળવું જોઈએ અને અન્ય રાજ્યમાં જુની પેન્શન સ્કીમ ચાલે છે ત્યારે બજેટ્સત્રમાં આ બાબતની જોગવાઈ કરી તાત્કાલિક જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તે જરૂરી છે આ યોજના બંધ થવાથી ગુજરાતના લાખો કર્મચારીઓની સ્થિતિ અત્યંત કફોડી બની ગયેલ છે અને તેઓનો નિવૃત્તિ કાળ કપરો બની ગયેલ છે આવા લાખો લોકોની આર્થીક સ્થિતિ કથળી ગયેલ છે નિવૃત્તિ સમયમાં તેઓના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે આવા વૃદ્ધ કર્મચારીઓ બીજા કોઈ કામ કરવા પણ સમર્થ હોતા નથી કે તેમનું શરીર પણ સાથ આપે તેમ ન હોય ત્યારે તાજેતરમાં રાજસ્થાન સરકાર દ્વારા માસ્ટર સ્ટોક મારી રાજસ્થાનમાં નિવૃત્ત થનાર કર્મચારીઓ તથા તેમના કુટુંબ પરિવારના વિશાલ હિતમાં જૂની પેન્શન પ્રથા લાગુ કરેલ છે ત્યારે ગુજરાતના લાખો કર્મચારીઓને કેમ નહિ..? અને રાજસ્થાન કરતા ગુજરાત વિકસિત રાજ્ય છે ગુજરાત વધુ સમૃદ્ધ છે સરકાર દરેકરીતે વિકાસ કરી રહી છે ત્યારે દેશમાં વડાપ્રધાન ગુજરાતના હોય ગુજરાતમાં સંવેદનશીલ સરકાર હોય ત્યારે ગુજરાતની પ્રજાને તો "મોશાળે લગ્ન હોય અને માં પીરસનાર હોય ત્યારે ભાણિયો ભૂખ્યો ન રહે'' તે કહેવતનો લાભ મળવો જોઈએ અને ગુજરાતમાં સને ૨૦૦૪ પછી નિવૃત્ત થનાર તમામ વર્ગના તમામ કર્મચારીઓના તથા તેમના પરિવારના હિતમાં જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા લાગણી અને માંગણી હોય આ બાબતે સહાનુભૂતિ પૂર્વક તાત્કાલિક કાર્યવાહી કરાવવા પણ માંગ કરેલી હતી.તેમ વિસાવદર ટિમ ગબ્બરના એડવોકેટ નયનભાઇ જોશીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.