૪૩ ડીગ્રી તાપ કાળી મજૂરી કરતા ખેડૂતો ને ખંખેરવા ના ધંધા બંધ કરો. ખાતર વેચાણ દુકાનદારો ની દાદાગીરી ફરજિયાત બિનજરૂરી બિયારણ ખરીદવા ના આગ્રહ સામે ખેડૂતો માં ભારે નારાજગી સાંસદ ધારાસભ્ય સહિત ના નેતા ઓ ચૂપ કેમ ? - At This Time

૪૩ ડીગ્રી તાપ કાળી મજૂરી કરતા ખેડૂતો ને ખંખેરવા ના ધંધા બંધ કરો. ખાતર વેચાણ દુકાનદારો ની દાદાગીરી ફરજિયાત બિનજરૂરી બિયારણ ખરીદવા ના આગ્રહ સામે ખેડૂતો માં ભારે નારાજગી સાંસદ ધારાસભ્ય સહિત ના નેતા ઓ ચૂપ કેમ ?


૪૩ ડીગ્રી તાપ કાળી મજૂરી કરતા ખેડૂતો ને ખંખેરવા ના ધંધા બંધ કરો.

ખાતર વેચાણ દુકાનદારો ની દાદાગીરી ફરજિયાત બિનજરૂરી બિયારણ ખરીદવા ના આગ્રહ સામે

ખેડૂતો માં ભારે નારાજગી સાંસદ ધારાસભ્ય સહિત ના નેતા ઓ ચૂપ કેમ ?

દામનગર સહકારી સંઘ ની દુકાનો કે ખાનગી દુકાનદારો માં લોભ નો લૂણો ખેડૂતો ને ફરજિયાત ખાડા માં ઉતારવા ના કિમીયા ખેડૂતો ને ખંખેરવા ના સહકારી સંધ ની દુકાન કે ખાનગી દુકાનો દ્વારા ખેડૂતો ને ખંખેરવા ના કિમીયા સામે ખેડૂતો માં ભારે નારાજગી આ મુદ્દે નેતા ઓ ચૂપ કેમ ? ખેડૂતો ની આવક બમણી કરવા ના બણગાં ફૂંકતા નેતા ઓ ગુમ ૧૩૫૦ ની કિંમત ની ડી એ પી ખાતર થેલી ખરીદી માટે એ એસ પી ની ૧૪૦૦ ની થેલી અને બિન જરૂરી બિયારણ લેવા ફરજ પડતા ફતવા સામે કોઈ ખેડૂત ને બિલ નહિ આપી ધરાર વેપાર કરતા સામે ખેતીવાડી અધિકારી સહિત સબંધ કરતા તંત્ર ના આશીર્વાદ થી ખેડૂતો સાથે ઉઘાડી લૂંટ કેમ ? લાઠી દામનગર બાબરા ગારીયાધાર તાલુકા સહિત ના શહેરમાં સહકારી એગ્રો સર્વિસ સેન્ટર ની દુકાનો કે ખાનગી દુકાનો અંદર ખેડૂતો ને ખંખેરવા ના કિમીયા અજમાવતા સહકારી સંધ ના દુકાનદારો આવી લૂંટ બંધ કરે ગુજરાત સરકારના નિયમનો ઉલાળીયો કરીને ખેડૂતોને એટીએમ બિયારણ લેવું હોય તો ૫૦ ટકા ફરજિયાત બિન જરૂરી બીજું ખાતર દવા લેવાનું અને ખાતર લેવા જાવ તો સાથે પણ ફરજિયાત બીજી વસ્તુ લેવાની તો જ ખેડૂતોને આ આપવાનું ખેડૂતો જાય તો ત્યાં જાય ઉઘાડી લુટ ગારીયાધાર ના એગ્રો સેન્ટર સર્વિસમાં ચલાવવામાં આવી રહી છે જેની રજૂઆત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સમક્ષ શાખપુર સરપંચ દ્વારા કરવામાં આવી છે ૪૩ ડીગ્રી તાપ માં કાળી મજૂરી કરતા ખેડૂતો ને ખાડા માં ઉતારી ઉઘાડી લૂંટ કરતા દુકાનદારો ને આવો પીળો પરવાનો કોણે આપ્યો ખાતર સાથે ધરાર પધરાવતી ચીજ વસ્તુ ઓના બિલ આપવા ઇનકાર ગ્રાહક સુરક્ષા આગળ આવી તધલખી ફતવા બંધ કરાવે તેવી ખેડૂતો માં બુલંદ માંગ ઉઠી રહી છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.