બુથ સશક્તિકરણ અભિયાન-૨૦૨૩ અરવિંદ વનાળીયાના અધ્યક્ષસ્થાને બોટાદ જીલ્લાનો અભ્યાસવર્ગ સર્કીટ હાઉસ બોટાદ ખાતે યોજવામાં આવ્યો. - At This Time

બુથ સશક્તિકરણ અભિયાન-૨૦૨૩ અરવિંદ વનાળીયાના અધ્યક્ષસ્થાને બોટાદ જીલ્લાનો અભ્યાસવર્ગ સર્કીટ હાઉસ બોટાદ ખાતે યોજવામાં આવ્યો.


બુથ સશક્તિકરણ અભિયાન-૨૦૨૩ અરવિંદ વનાળીયાના અધ્યક્ષસ્થાને બોટાદ જીલ્લાનો અભ્યાસવર્ગ સર્કીટ હાઉસ બોટાદ ખાતે યોજવામાં આવ્યો.

બુથ સશક્તિકરણ અભિયાન-૨૦૨૩ અંતર્ગત પ્રદેશ તરફથી નિમાયેલ ઇન્ચાર્જ બિપીન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અને બોટાદ જીલ્લા પ્રમુખ અરવિંદ વનાળીયાના અધ્યક્ષસ્થાને બોટાદ જીલ્લાનો અભ્યાસવર્ગ સર્કીટ હાઉસ બોટાદ ખાતે યોજવામાં આવ્યો.

આ અભ્યાસવર્ગમાં જીલ્લા પ્રભારી અમોહભાઈ શાહ, જીલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘના ચેરમેન સુરેશ ગોધાણી તથા બોટાદ જીલ્લાના મંડલ બોટાદ શહેર-ગ્રામ્ય, ગઢડા શહેર-ગ્રામ્ય, બરવાળા શહેર-ગ્રામ્ય, રાણપુર શહેર-ગ્રામ્યના પ્રમુખશ્રીઓ તેમજ અપેક્ષિત શ્રેણીના હોદ્દેદારઓ-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરી અને રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ્" ગાવામાં આવ્યું. ત્યારબાદ ઉપસ્થિત મુખ્ય અતિથિઓનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર અભ્યાસવર્ગનું સંચાલન જીલ્લા મહામંત્રી બ્રિજરાજસિંહ ઝાલા એ કર્યું અને અભ્યાસવર્ગ પૂર્ણ થતાં આભારવિધિ જીલ્લા મહામંત્રી પોપટભાઈ અવૈયા દ્વારા કરવામાં આવી હતી.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.