વાલીયા : વાડી ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતી ભેંસો તેમજ રૂપિયા ૪,૭૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી મુંગા અબોલ પશુઓને મુક્ત કરાવતી વાલીયા પોલીસ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/aeatoisabhgeecle/" left="-10"]

વાલીયા : વાડી ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતી ભેંસો તેમજ રૂપિયા ૪,૭૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી મુંગા અબોલ પશુઓને મુક્ત કરાવતી વાલીયા પોલીસ.


વાલીયા : વાડી ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતી ભેંસો તેમજ રૂપિયા ૪,૭૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી મુંગા અબોલ પશુઓને મુક્ત કરાવતી વાલીયા પોલીસ.

વાલીયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો. જે દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી. ચુડાસમાને ટેલીફોનીક માહિતી મડી હતી કે, “ કોંઢ ગામ થી વાલીયા તરફ એક ગે.કા.પશુ ભરેલ ટેમ્પો નંબર- GJ-06-AZ-1602 ની આવે છે.“ જે ચોકસ માહિતી આધારે એ.એસ.આઈ.અજયભાઈ તથા અ.હે.કો.વિજયસિંહ નાઓ સાથે ટેલીફોનીક વાતચીત કરી બાતમી હકીકતથી વાકેફ કરી વાલીયા વાડી ચોકડી ઉપર વાહન ચેકીંગ/વોચમાં હતા જે દરમ્યાન વાલીયા-વાડી ચોકડી ઉપર બાતમી મુજબ વાહન મળી આવેલ અને તેમા તપાસ કરતા અશોક લેલન ટેમ્પા નં-GJ-06-AZ-1602 માં ખીચોખીંચ ભેંસો ભરેલ હાલતમાં મળી આવેલ અને અતિક્રુરતા પુર્વક ટેમ્પામાં ખીચોખીચ ટુંકી દોરી વડે બાંધી તેઓને ખાવા માટે કોઇ ઘાસ ચારો કે પાણીની વ્યવસ્થા તથા તેઓને ઉભા રહેવા માટે તળીયે રેતી નહી રાખી તથા તેઓના પ્રાથમિક ઉપચાર માટે કોઇ મેડિકલ સાધનોની વ્યવસ્થા નહી હોવાથી પશુઓની હેરાફેરી કરવા માટેનુ સક્ષમ અધિકારીની પાસપરમીટ વગર પશુઓને હેરાફેરી કરેલ હોય જેથી ટેમ્પામાં ભરેલ મોટી ભેંસો કુલ-૧૭ ની કુલ કિ.રૂ.૧,૭૦,૦૦૦/- ની તથા આઈસર ટેમ્પોની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૪,૭૦, ૦૦૦/- ના મુદ્દામાલ સાથે ટેમ્પા ચાલક તથા ક્લીનર મળી ફૂલ-૨ આરોપીની અટકાયત કરી તેના વિરૂધ્ધમાં પશુ ઘાતકીપણાનો મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે. અને સદર ગુનાની તપાસ હાલ ચાલુ છે.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]