ધંધુકા તાલુકા ચુડાસમા ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. - At This Time

ધંધુકા તાલુકા ચુડાસમા ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકા ચુડાસમા ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકા ચુડાસમા ક્ષત્રિય સમાજ દ્વારા દરબાર બોર્ડિંગ ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકા ચુડાસમા ક્ષત્રિય સમાજના વિવિધ આગેવાનો દ્વારા સ્નેહમિલન દ્વારા સમાજમાં ચાલતા કુરિવાજો અંધશ્રદ્ધાઓ અને વ્યસનોને તરછોડીને શિક્ષણ તરફ આગળ વધવા માટે આહવન કર્યું હતું. હાલનો યુગ એ ૨૧મી સદીનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે ત્યારે સમાજમાં પણ આ ક્ષેત્રે પૂરેપૂરી પ્રગતિ થાય તે માટે મહાનુભાવો દ્વારા ધંધુકા તાલુકા ચુડાસમા ક્ષત્રિય સમાજ ને વડીલો મિત્રો અને ભાઈઓને ઉદબોધન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય ધર્મનું રક્ષણ થાય તે માટે સૌ જાગૃત બની ક્ષત્રિય ધર્મ નિભાવ માટે આહવાન કરવામાં આવ્યું હતું.

ધંધુકા દરબાર બોર્ડિંગ થી મોટા ચાર રસ્તા સુધી ક્ષત્રિય સમાજ દ્વારા એકતા પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામા આવ્યું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ દ્વારા મોટા પાયે રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને શસ્ત્ર પૂજનની વિધિમાં ચુડાસમા સમાજના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.

દશેરાનો તહેવાર એટલે ભગવાન રામનો વિજય ઉત્સવ અને રાવણના અહંકારનો સર્વનાશ માટેનો દિવસ ગણવામાં આવે છે. જેમ ભગવાન રામને સાથે સદગુણોથી વિજય પ્રાપ્ત થયો હતો. તેમ સમાજમાં પણ માં સાત્વિક ગુણો વિકસે અને સમાજના સર્વ પરિવારોનું ભલું થાય તેવા શુભ આશીર્વચનો પણ પાઠવવામાં આવ્યા.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.