વિસાવદર તાલુકાના આંગણવાડી બહેનો દ્વારા પ્રાંત અધિકારીને અપાયું આવેદનપત્ર - At This Time

વિસાવદર તાલુકાના આંગણવાડી બહેનો દ્વારા પ્રાંત અધિકારીને અપાયું આવેદનપત્ર


વિસાવદર તાલુકાના આંગણવાડી બહેનો દ્વારા પ્રાંત અધિકારીને અપાયું આવેદનપત્ર આજે વિસાવદર ઘટકના આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો સાથે મળી વિસાવદર પ્રાંત અધિકારી સાહેબ કીર્તન રાઠોડને આવેદનપત્ર આપવા એકત્રિત થયા હતા. આંગણવાડી બહેનોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી મંગળ દિવસ ઉજવણીના બિલ પાસ થયા નથી ઉપરાંત મસાલા બિલ પણ બાકી છે. જયારે છેલ્લા 2 માસથી બહેનોના પગાર પણ રેગ્યુલર કરવામાં આવતા નથી. માટે આ બધા પ્રશ્નનુ ઝડપી નિરાકરણ લાવવામાં આવે તે હેતુસર આજે પ્રાંત કચેરી ખાતે સમૂહમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.