દેશની વિકાસયાત્રાનું નેતૃત્વ આપણું ગુજરાત કરી રહ્યું છે : પ્રેરકભાઈ શાહ હિંમતનગરમાં ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન વિષય પર વક્તવ્ય - At This Time

દેશની વિકાસયાત્રાનું નેતૃત્વ આપણું ગુજરાત કરી રહ્યું છે : પ્રેરકભાઈ શાહ હિંમતનગરમાં ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન વિષય પર વક્તવ્ય


દેશની વિકાસયાત્રાનું નેતૃત્વ આપણું ગુજરાત કરી રહ્યું છે : પ્રેરકભાઈ શાહ
હિંમતનગરમાં ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન વિષય પર વક્તવ્ય
હિમતનગર :
સાબરકાંઠા ભાજપના આર્થિક સેલ દ્વારા ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન વિષય ઉપર પ્રદેશ ભાજપના આર્થિક સેલના સંયોજક પ્રેરકભાઈ શાહ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપના કાર્યકરોને વિસ્તૃત માહિતી સાથે ગુજરાતની પ્રગતિની જાણકારી અપાઈ હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું. કૌશલ્યાકુંવરબા પરમાર, જિલ્લા સંગઠન પ્રભારી ભરતભાઈ આર્ય, રેખાબેન ચૌધરી, સોશિયલ મીડિયાના કન્વીનર સિદ્ધાર્થ પટેલ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ પટેલ, જમીન વિકાસ બેંકના ફલજીભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર, કનુભાઈ પટેલ, સાબરકાંઠા આર્થિક સેલના કન્વીનર જશુભાઈ પટેલ, સહકન્વીનર અને નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર, ઉત્તર ગુજરાત મીડિયાના સહ કન્વીનર રાજુભાઇ ભટ્ટ, પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, જિલ્લાના ચાર્ટર એકાઉટન્ટ, સીએસ, વેપારીઓ, ડોક્ટરો, પ્રોફેસરો, ઉદ્યોગપતિઓ, ગૃહિણીઓ તેમજ સહકારના અગ્રણીઓ સહિત જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

અહેવાલ રાજકમલસિંહ પરમાર હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.