કનેસરાના બાળકની બાસ્કેટબોલ U-14 મા રાજ્ય કક્ષાએ પસંદગી - At This Time

કનેસરાના બાળકની બાસ્કેટબોલ U-14 મા રાજ્ય કક્ષાએ પસંદગી


*કનેસરાના બાળકની બાસ્કેટબોલ U-14 મા રાજ્ય કક્ષાએ પસંદગી.*

ખેલ મહાકુંભ ૨૦૨૪ અંતર્ગત સૌરાષ્ટ્રઝોન કક્ષા U -14 બાસ્કેટબોલની સ્પર્ધા સરદાર પટેલ સંકુલ ભાવનગર ખાતે યોજાઈ હતી. તેમા નવોદય સ્કૂલ રાજકોટમા અભ્યાસ કરતો અને કનેસરાનો બાળક કુકડિયા મનીષ અશોકભાઈ રમવા માટે ગયો હતો. ત્યા સારુ પ્રદર્શન કરીને રાજ્યકક્ષાએ રમવા માટે સિલેકશન થયુ છે. હવે આગળ રાજ્યકક્ષએ રમવા માટે સુરત જશે. તેની આ સિદ્ધિથી તેમના માતા પિતા તેમજ ગામનુ નામ રોશન કર્યું હતુ. તેને રાજકોટ DLSS સ્કૂલના કોચ મનસુખભાઇ સબાળિયા દ્વારા તાલીમ પણ આપવામા આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.