હુંજ મા લમ્પી વાયરસ થી બે ગાયોના મોત અને અઢાર જેટલી ગાયો અને પાંચ બળદો મા ફેલાતા પશુપાલકોમા ફફડાટ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/v3wxtemujhxsuww5/" left="-10"]

હુંજ મા લમ્પી વાયરસ થી બે ગાયોના મોત અને અઢાર જેટલી ગાયો અને પાંચ બળદો મા ફેલાતા પશુપાલકોમા ફફડાટ.


હુંજ મા લમ્પી વાયરસ થી બે ગાયોના મોત અને અઢાર જેટલી ગાયો અને પાંચ બળદો મા ફેલાતા પશુપાલકોમા ફફડાટ.........તા.૧,૯.૨૦૨૨. હિમતનગર તાલુકાના હુંજ જગતપુર બોખર કેશરપુરા ગામોમા પશુઓ મા વાયરસ દેખાદેતા મોટાભાગના તમામ પશુપાલકોમા ફફડાટ વ્યાપો છે.દુધ મંડળીઓ ઢારા સાબર ડેરી વેઇટનરી વિભાગ નેજાણ કરતા રસીકરણ કેમ્પનુ આયોજન કરી હુંજ ગામ મા ૧૨૦૦જેટલા પશુઓ ને રસી આપવામા આવી હતી .ને કેશરપુરામા હુંજ દુધ
મંડળી ના બીજદાન કર્મચારી ઢારા રસી મુકવામા આવી હતી. ૧૨૦૦ જેટલી ગાયો બળદો ને રસીકરણ કરી કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા હુંજ ના પંચાલ દિનેશભાઇ લલ્લુભાઇ ને દરબાર રમેશભાઇ કચરાભાઇની ગાયોનુ લમ્પી વાયરસથી મોત થયા દુધ મંડળી ઢારા ગામમા તાબડતોડ કેમ્પ નુ આયોજન કરાવી મોટાભાગની ગાયો અને બળદો મા રસી મુકવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.ને સરકાર અને સાબરડેરી ઢારા વાયરસથી ભોગ બનનાર પશુપાલકોના પશુઓનો સર્વે કરી સહાય ચુકવાય તેવી દુધ ઉત્પાદન સભાસદોની માંગ ઉઠી છે.

અહેવાલ રાજકમલસિંહ પરમાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]