કર્મસ્તુ કૌશલ્ય સર્વ કુશળતા જ ધર્મ શિશુવિહાર ની જીવન શિક્ષણ તાલીમ નો ૧ મેં થી પ્રારંભ - At This Time

કર્મસ્તુ કૌશલ્ય સર્વ કુશળતા જ ધર્મ શિશુવિહાર ની જીવન શિક્ષણ તાલીમ નો ૧ મેં થી પ્રારંભ


કર્મસ્તુ કૌશલ્ય સર્વ કુશળતા જ ધર્મ
શિશુવિહાર ની જીવન શિક્ષણ તાલીમ નો ૧ મેં થી પ્રારંભ

ભાવનગર શિશુવિહાર સંસ્થાની જીવન શિક્ષણ તાલીમ અંતર્ગત ઉનાળાના વેકેશન નો સદઉપયોગ માટે તા. ૧ મે થી ૭ જૂન ૨૦૨૪ સવારે ૭-૦૦ થી ૧૨-૩૦ તેમજ સાંજના ૫-૩૦ થી ૭-૩૦ દરમિયાન સંસ્થા પ્રાંગણ માં ગ્રીષ્મ તાલીમ કેમ્પ યોજવામાં આવશે..જેમાં ક્રાફટ તાલીમ , મૂલ્ય શિક્ષણ , કબ્બડી તાલીમ , ક્રિકેટ તાલીમ , પાથ ફાઇન્ડર પ્રોજેક્ટ , સ્કેટિંગ , કરાટે , ચિત્ર , ગ્લાસ પેઇન્ટિંગ , બ્યુટી પાર્લર , મહેંદી તથા ડિઝાસ્ટર અને સ્કાઉટ - ગાઈડ તાલીમ નિષ્ણાત શિક્ષકો દ્વારા ૩૮ દિવસ તાલીમ આપવામાં આવશે..તેમજ તાલીમાર્થી માટે અંતિમ દિવસ માં શૈક્ષણિક પ્રવાસ યોજાશે... ઉપરાંત ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તાલીમાર્થી ને પુરસ્કૃત કરવામાં આવશે...ઉનાળા ની રજાઓમાં સર્જનાત્મક પ્રવૃત્તિ માં ભાગ લેવા માટે તાલીમી શિક્ષક શ્રી કમલેશભાઈ વેગડ નો સંપર્ક નં. 9558757563 પર સાધવા જણાવ્યું છે....

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.