બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો. - At This Time

બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો.


બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો.

સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગ, ગાંધીનગર પ્રેરિત તાલુકા કક્ષાનો કલા મહાકુંભ દાંતા ખાતે સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો. વિવિધ શાળામાંથી આવેલા નાના નાના બાળકોએ પોતાની કલાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સૌ કોઈના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ અને આવેલ મહેમાનોને ઉપવાસ હતો તેમના માટે પણ ફળાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. 3:15 કલાકે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હપ્તો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દશરથભાઈ કે ચૌધરી સાહેબે કર્યું હતું.

રિપોર્ટ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon