રાજકોટના રૈયા રોડ પર કિરણ ડ્રાયફ્રૂટ્સમાંથી 6 કિલો વાસી ચોકલેટ કાજુ, ચોકલેટ બદામ અને જેલી મળી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/v1ovn9quefeoawik/" left="-10"]

રાજકોટના રૈયા રોડ પર કિરણ ડ્રાયફ્રૂટ્સમાંથી 6 કિલો વાસી ચોકલેટ કાજુ, ચોકલેટ બદામ અને જેલી મળી


બાપાસીતારામ ચોકમાં ખાણીપીણીના 20 ધંધાર્થીનું ચેકિંગ, 8ને લાઇસન્સ અંગે નોટિસ.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રૈયા રોડ પર આવેલી કિરણ ડ્રાયફ્રૂટ્સ પેઢીની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલી એક્સપાયરી થયેલો અને વાસી 2.5 કિલો ડ્રાયફ્રૂટ ચેવડો 2.5 કિલો ચોકલેટ કાજુ અને ચોકલેટ બદામ અને 1 કિલો જેલી મળી આવી હતી. આ 6 કિલો વાસી અને અખાદ્ય ચીજવસ્તુઓના સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ યોગ્ય સ્ટોરેજ કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]