ચૈત્રી નવરાત્રી નિમિત્તે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા ૯ દિવસે રોજ ૧૨ ગાયત્રી ચાલીસા ના પાઠ નું આયોજન કરવામાં આવશે

ચૈત્રી નવરાત્રી નિમિત્તે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા ૯ દિવસે રોજ ૧૨ ગાયત્રી ચાલીસા ના પાઠ નું આયોજન કરવામાં આવશે


તા:-૧૯/૦૩/૨૦૨૩
અમદાવાદ

ચૈત્ર નવરાત્રી નિમિત્તે તા.૨૨ માર્ચ ૨૦૨૩ બુધવારથી તા.૩૦ માર્ચ ૨૦૨૩ ગુરુવાર સુધી બપોરે ૩-૦૦ થી ૫-૦૦ દરમ્યાન સમૂહમાં ગાયત્રી પરિવાર નારણપુરાની બહેનો દ્વારા વિશ્વ કલ્યાણ-શાંતિ અર્થે સૌને સદબુદ્ધિ,ઉજ્જવળ ભવિષ્ય અને નિરામય જીવનની પ્રાપ્તિ તથા વિદ્યાભ્યાસ કરતાં બાળકો સારા ગુણે ઉર્તીણ થાય તેવા સદ્ ભાવથી ૯ દિવસ સુધી દરરોજ ૧૨ ગાયત્રી ચાલીસા પાઠના અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે કોઈ વિશેષ પ્રયોજન માટે વિશેષ શક્તિનો સંચય કરવા માટે જે વિશેષ કાર્યક્રમ કરવામાં આવે છે તેને અનુષ્ઠાન કહેવામાં આવે છે તેમજ બે ઋતુ વચ્ચેનો સમયગાળો સંધિકાળ કહેવાય છે જેમાં થતાં રોગોમાંથી મુક્તિ મળે તેવા પણ આશયથી નવરાત્રી નવ દિવસ દરમ્યાન અનુષ્ઠાન વ્યક્તિગત કે સમૂહમાં કરવામાં આવે છે જેમાં ગાયત્રી મંત્ર જાપ ૨૪૦૦૦,મંત્ર લેખન ૨૪૦૦, દરરોજ ૧૨ ગાયત્રી ચાલીસા પાઠનું અનુષ્ઠાન કરવાથી સવિશેષ લાભદાયક છે ઉપરોક્ત દર્શાવેલ વિગત મુજબ ગાયત્રી ચાલીસા પાઠનું અનુષ્ઠાન બહેનો દ્વારા સી/૫૦૭, સહજાનંદ એવન્યુ, ખોડિયાર માતાજી મંદિર પાસે, ટોરેન્ટ પાવર નારણપુરા,સોલારોડ ખાતે રાખવામાં આવ્યું છે જ્યારે ચૈત્ર નવરાત્રી પૂર્ણાહુતિ નિમિત્તે તા.૨ એપ્રિલ ૨૦૨૩ સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન ૨૪ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ,વિવિધ સંસ્કાર,સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ, વિશ્વકર્મા મંદિરના સહયોગથી વિશ્વકર્મા મંદિરે, મંગલદિપવિદ્યાલય સામે, શ્રીનાથ ડેપોથી આગળ,નવા વાડજ વિસ્તારમાં કરવામાં આવ્યું છે.

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ
9033343315


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »