સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હિંમતનગર ધારાસભ્યશ્રીના હસ્તે ઈ- રીક્ષાનું લોકાર્પણ કરાયું*

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હિંમતનગર ધારાસભ્યશ્રીના હસ્તે ઈ- રીક્ષાનું લોકાર્પણ કરાયું*


*સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હિંમતનગર ધારાસભ્યશ્રીના હસ્તે ઈ- રીક્ષાનું લોકાર્પણ કરાયું*
********
*હિંમતનગરના હાંસલપુર ,પ્રેમપુર, પુરાલ , કરણપુર અને ઘોરવાડા ગ્રામ પંચાયતમાં પાંચ ઈ-રીક્ષાઓ ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરશે*
*******

સાબરકાંઠામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હિંમતનગરના ગામડાઓમાં સુકો અને ભીનો કચરો ડોર ટુ ડોર જઈ અલગ- અલગ એકત્રિત કરવા હિંમતનગર ધારાસભ્યશ્રીના હસ્તે ઇ - રીક્ષાનુ લોકાર્પણ કરી તાલુકા પંચાયત હિંમતનગર ખાતે લીલીઝડી આપવામાં હતી.

હિંમતનગર તાલુકાના હાંસલપુર , પ્રેમપુર , પુરાલ , કરણપુર અને ઘોરવાડા ગ્રામ પંચાયતમાં 5 ઈ રોક્ષાઓ ડોર ટુ ડોર કલેક્શન કરી પ્રવાહી અને ઘન કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ગ્રામ પંચાયતની ઇ -રીક્ષા દ્વારા ઘરે ઘરે જઈને કચરો એકઠો કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવશે. જેથી પ્લાસ્ટિક અને વેસ્ટ મટીરીયલ થકી ગામમાં ગંદકી ન ફેલાય અને યોગ્ય નિકાલ થશે. વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારત મિશન અને પ્લાસ્ટિક મુક્ત ભારતના સ્વપ્નને સફળ બનાવાવાનો આ પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્યશ્રી, ગામના સરપંચશ્રીઓ તેમજ સ્થાનિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

*******


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »