લુણાવાડા ખાતેથી મોબાઈલ ચોરી કરનાર ચોરને લુણાવાડા એલ.સી.બી.પોલીસે ઝડપી પાડયો

લુણાવાડા ખાતેથી મોબાઈલ ચોરી કરનાર ચોરને લુણાવાડા એલ.સી.બી.પોલીસે ઝડપી પાડયો


લુણાવાડા ખાતેથી મોબાઈલ ચોરી કરનાર ચોરને લુણાવાડા એલ.સી.બી.પોલીસે ઝડપી પાડયો હતો.આમ પ્રાપ્ત માહીતી મુજબ પંચમહાલ રેન્જ આઈ.જી ચિરાગ કોરડિયા તથા મહીસાગર જિલ્લા પોલીસ વડા રાકેશ બારોટ દ્વારા આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ PI આર.ડી.ભરવાડએ PSI પી.એમ.મકવાણા તથા સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી મિલકત સંબધિ બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધવા તથા આવા બનાવ બનતા અટકાવવા માટે ખાનગી બતમીદારો રોકવામાં આવ્યા હતા અને હ્યુમન સોર્સ તેમજ ટેક્નિકલ સોર્સની મદદ લીધી હતી. તે સમયે ટેક્નિકલ સોર્સના આધારે મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરી અંગેની નોંધાયેલ ફરિયાદના આરોપી અજય સુરેશ સોલંકીને ચોરી થયેલા oppo કંપનીના મોબાઈલ સાથે લુણાવાડા ખાતેથી LCB દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »