બાંગ્લાદેશ-આયર્લેન્ડની મેચ પર મોબાઈલમાં સટ્ટો રમતાં પકડાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uwmk8ka6gsi5iouf/" left="-10"]

બાંગ્લાદેશ-આયર્લેન્ડની મેચ પર મોબાઈલમાં સટ્ટો રમતાં પકડાયો


ક્રિકેટ મેચ કોઈ પણ જગ્યાએ રમાતી હોય કે પછી કોઈ પણ દેશ વચ્ચે રમાતી હોય સટોડિયાઓને તો માત્ર તે મેચ ઉપર રનફેર અને હારજીતનો જુગાર રમવામાં જ રસ હોય તેવી રીતે ગમે ત્યાં ખૂણેખાચરે ઉભા રહીને પણ જુગાર ખેલી લેતા હોય છે. અમુકવાર આવા સટોડિયાઓ પોલીસની ઝપટે ચડી જાય છે તો ઘણીવાર ચકમો આપવામાં સફળ થઈ જતા હોય છે. દરમિયાન ટ્રાફિકથી હંમેશા ધમધમતા રહેતા એવા હેમુ ગઢવી હોલ સામે રસ્તા પર ઉભા રહીને બાંગ્લાદેશ-આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વન-ડે શ્રેણી ઉપર સટ્ટો રમતા યુવાનને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે.
વધુમાં આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચેતનસિંહ ગોહિલે ટાગોર રોડ હેમુ ગઢવી હોલ સામે આવેલા રોડ ઉપર મોબાઈલ ફોનમાં શંકાસ્પદ ગતિવિધિ કરી રહેલા રાજ નીતિનભાઈ સોલંકી (ઉ.વ.34, રહે.પીપળીયા હોલ મેઈન રોડ, દામજી મેપા પ્લોટ શેરી નં.6)ની અટકાયત કરી તેના મોબાઈલની તલાશી લેતાં તે ગેમફેર7777 નામની આઈડી ઉપર મોબાઈલમાં બાંગ્લાદેશ-આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ પર રનફેર તેમજ હાર-જીતનો જુગાર રમતો હોવાનું ધ્યાન પર આવતાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઉપરાંત રાજ સોલંકી પાસેથી આઠ હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન પણ કબજે લઈને તેને જુગાર રમવા માટે આઈડી કયા બુકી દ્વારા આપવામાં આવ્યું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ક્રિકેટ સટ્ટા ઉપર પોલીસ દ્વારા રીતસરની ધોંસ બોલાવવામાં આવી રહી છે જેના કારણે અનેક બુકીઓએ પોતાના શટર પાડી દીધા છે. જો કે અમુક અમુક બુકીઓ હજુ પણ એવા છે જેઓ પોતાનો ધંધાનો ધમધમાટ બંધ કરવા માંગતા ન હોય જોખમ લઈને પણ પંટરોને જુગાર રમવા માટે આઈડી આપી રહ્યા છે. એકંદરે પોલીસની ધોંસ વચ્ચે પણ અત્યારે રાજકોટમાં સટ્ટો રમવાની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠ્યાનું જાણકારો જણાવી રહ્યા છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]