ચિતવા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો - At This Time

ચિતવા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો


આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ યોજાવાની છે ત્યારે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીમાં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયત્નશીલ છે. મહીસાગર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં સઘન ઝુંબેશ દ્વારા લોક જાગૃતિના પ્રયાસો થઇ રહ્યા છે
ચિતવા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે બાળકો દ્વારા વોટ ફોર ઈન્ડિયા, મતદાન જરૂર કરો,મેરા મતદાન મેરા અધિકાર જેવી વિવિધ રંગોળી દોરી મતદાન જાગૃતિનો સંદેશો આપી રહ્યા અને મતદાન જાગૃતિ અંગે શાળામાં નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.