ઇંધણની અછતઃ ૧૨૦૦ ખાનગી બસોના પૈડા થંભી ગયા - At This Time

ઇંધણની અછતઃ ૧૨૦૦ ખાનગી બસોના પૈડા થંભી ગયા


પેટ્રોલ પંપો પર ઇંધણની અછતના કારણે શહેર અને રાજયમાં ખાનગી બસ ઓપરેટરોએ પોતાની ઘણી બસો બંધ રાખવી પડે છે. ખાનગી બસ ઓપરેટરો અનુસાર, ગુજરાતમાં ચાલતી ૮૦૦૦ બસોમાંથી લગભગ ૧૨૦૦ બસોને રોજ ડીઝલની અછતના કારણે બંધ રાખવી પડે છે જેના કારણે છેલ્લા થોડા દિવસથી રોજનું ૧.૨ કરોડ રૂપિયા નુકશાન જાય છે.અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળ (એજીપીવીએસએમ) ના પ્રમુખ અને પટેલ ટ્રાવેલ્‍સના ચેરમેન મેઘજી ખેતાણીએ કહ્યું કે ડીઝલની અછતના કારણે રાજયમાં ચાલી રહેલી ૮૦૦૦ બસોમાંથી ૧૦ થી ૧૫ ટકા બસો ચાલી નથી શકતી. તેમણે કહ્યું કે એક બસ રોજનો ૧૦૦૦ રૂપિયાનો સરેરાશ બીઝનેસ કરે છે. રોજની ૧૨૦૦ બસ બંધ રહેવાના કારણે રોજનું ૧.૨ કરોડ રૂપિયાનું નુકશાન ઉદ્યોગને થઇ રહ્યું છે.
ખેતાણીએ કહ્યું કે પટેલ ટ્રાવેલ્‍સમાં અમારી ૨૦૦ બસોમાંથી ૨૨ જેટલી બસો ડીઝલની અછતના કારણે ચાલી નથી શકતી. પાવન ટ્રાવેલ્‍સના ડાયરેકટર મૌલિક ત્રિવેદીએ કહ્યું કે અમારે બસોને ડીઝલ પુરાવવા શહેરના અલગ અલગ પેટ્રોલ પંપો પર મોકલવી પડે છે. અમારી પ્રાથમિકતા ડીઝલ મેળવવાની છે પછી ભલે તે ગમે ત્‍યાંથી મળે.
અત્રે એ નોંધનીય છે કે ઓઇલ કંપનીઓને લીટરે રૂા.૧૮ થી ૨૦ની ખોટ જતી હોવાથી પુરવઠો ઘટાડી દીધો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.