રાજકોટના તબીબ દંપત્તીના પુત્રનું અપહરણનો ભેદ ઉકેલાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mset6oco5zpggz1j/" left="-10"]

રાજકોટના તબીબ દંપત્તીના પુત્રનું અપહરણનો ભેદ ઉકેલાયો


રાજકોટમાં નિર્મલા રોડ નજીક ડૉકટર દંપતીના 16 વર્ષના પુત્ર રોહિતને કુરિયરના નામે બહાર બોલાવી અજાણ્યા શખ્સોએ અપહરણનો પ્રયાસ કર્યો હતો. તે અપહરણના પ્રયાસનો ભેદ ઉકેલાવા ક્રાઇમ બ્રાન્ચે અપહરણનો પ્રયાસ કરનાર પાંચ લોકોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે .

રાજકોટમાં 14 જૂનના રોજ નિર્મલા રોડ નજીક ડૉકટર દંપતીના 16 વર્ષના પુત્ર રોહિતને કુરિયરના નામે બહાર બોલાવી અજાણ્યા શખ્સોએ અપહરણનો પ્રયાસ કર્યો હતો . પરંતુ રોહિતે બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જેને પગલે અપહરણ કરવા આવેલા શખ્સો ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ અપહરણકારોએ તબીબને જાનથી મારી નાખવાની ધમકી આપી 80 લાખની ખંડણી માગ હતી.

આ સમગ્ર ઘટના તપાસ ગાંધીગ્રામ પોલીસે હાથ ધરી હતી. આરોપીઓએ ખંડણી માટે અપહરણનો પ્રયાસ કર્યો હતો કે કોઈ અન્ય કારણોસર ? તે અંગે પોલીસ તપાસ ચલાવી હતી. સાથે જ પોલીસે હનુમાન મઢી ચોકની આસપાસના CCTV ચકાસણી પણ કરી હતી. પોલીસે સીસીટીવી આધારે તપાસ કરતા સાત શખ્સોની સંડોવણી ખુલી હતી. જેને આધારે પોલીસે કેવલ સંચાણીયા , સંજય ઠાકોર , સુરેશ ઠાકોર , ચિરાગ ઠાકોર અને સંજય ઠાકોરની ધરપકડ કરી છે . હાલ પોલીસે ફરાર અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી કેવલ ડો. જીજ્ઞેશના ભાઈ મુકેશને ત્યાં એપ્રિટન્સ તરીકે કામ કરતો હતો. જેથી તે ડો. જીજ્ઞેશ અંગે તમામ માહિતી ધરાવતો હતો. કેવલને રૂપિયાની જરૂર હોય જેથી તે છેલ્લા આઠ મહિનાથી અપહરણનો પ્લાન ઘડતો હતો. આરોપી કેવલે અપહરણ માટે તેના મિત્ર સંજય ડાભીને ટિપ આપી હતી. બાદમાં સંજયે તેના મિત્ર જયપાલ રાઠોડને આ અંગે વાત કરી મિત્ર સુરેશ ઠાકોર પાસે બોગસ સીમકાર્ડ મગાવ્યા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તબીબને ત્યાં એપ્રન્ટિસ તરીકે કામ કરતાં કેવલ સંચાણીયા નામના શખ્સ અપહરણનો પ્લાન બનાવ્યો હતો . કેવલને રૂપિયાની જરૂર હોવાથી અન્ય છ શખ્સોની મદદથી અપહરણનો પ્લાન બનાવ્યો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]