ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાનાં દેલવાડા ગામની બાજુમાં પ્રચાર થતી મસુંદરી નદીનો પુલ તોડી પડાયો હજુ નવાપુલનાં ઠેકાણા નથી લોકો જાનનાં જોખમે નદીનાં વહેતા પાણીમાં નાળિયેરીનાં ઝાડ વિજપોલ મુકી પ્રચાર થવા મજબૂર લોકોમાં રોષ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uchnros4rz8ayz70/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાનાં દેલવાડા ગામની બાજુમાં પ્રચાર થતી મસુંદરી નદીનો પુલ તોડી પડાયો હજુ નવાપુલનાં ઠેકાણા નથી લોકો જાનનાં જોખમે નદીનાં વહેતા પાણીમાં નાળિયેરીનાં ઝાડ વિજપોલ મુકી પ્રચાર થવા મજબૂર લોકોમાં રોષ


તા:2 ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાનાં દેલવાડા ગામની બાજુમાં પ્રસાર થતી મસુંદરી નદીનો પુલ તંત્ર દ્વારા તોડી પડાયો હતો એને આજે ઘણો સમય થવા છતાં પણ આજ સુધી નવા પુલનું બાંધકામ કરવામાં આવ્યું નથી આ નદીમાં ત્યાંથી સામે કાંઠે લોકો જવા માટે લોકો પોતાની જાનનાં જોખમે વીજપોલ અને ઝાડનો પુલ બનાવી આ વહેતા પાણીની નદીમાં જાનનાં જોખમે પ્રસાર થવાનો મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે આજે અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો કરવાં છતાં તંત્રને કે સરકારી કર્મચારીઓને સરકારને પણ કાંઈ પડી નથી એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતાં આ નદીમાંથી પ્રચાર થવા માટે 10 થી 12 ગામડાંનાં લોકોએ કાયમી માટે પ્રચાર થવા માટેનો રસ્તો છે

ગુજરાત રાજ્યમાં 25 વર્ષથી ઉપર ભાજપની સરકાર હોય અને આ પુલ બનાવવા માટે અનેક વખત લેખિતમાં મૌખિકમાં રજૂઆતો કરવાં છતાં પણ તંત્રના પેટમાં પાણી હલતું નથી આ એક સરકારની ચોખી નિષ્ફળતા દેખાઈ રહી છે ભાજપ સરકાર દ્વારા વિકાસનાં કામોના ઞાણા ઞાતી સરકાર ખાલી વાતો કરવામાં આવે છે તે પણ સત્ય હકીકત કંઈક અલગ છે આજે દરેક ગામડામાં પણ ભારે વરસાદનાં કારણે પણ રસ્તાઓ પણ તૂટી ગયા છે આ તમામ મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે જેમાં કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામે બસ સ્ટેન્ડમાં ગોઠણ સામે પડેલા ખાડામાં આજે રસ્તાઓનું સમારકામ થઈ રહ્યું છે આ ખાડાઓ ગોઠણ સામે હતા. જેમાં કાંકરી અને ઠીગળા મારીને રસ્તાઓ તંત્ર દ્વારા રીપેર કરાવી રહ્યા છે પણ નવા રસ્તાઓ કરવામાં આવતા નથી અને લોકો આવાં વિકાસનાં કામથી વંચિત રહી જતાં હોય ત્યારે લોકોમાં રોષ પણ ફાટી નીકળ્યો છે

ત્યારબાદ આવાં અનેક વિકાસનાં કામો અટકી પડતાં લોકોને મોંઘવારીનો સામનો પણ કરી રહ્યા છે અને એક પણ સારા કામ થતાં નથી અને વિકાસનાં નામે દરેક વિકાસનાં કામ જીરો દેખાઈ રહ્યા છે એવા પણ લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આજે દોઢથી બે મહિનાથી પડતાં ભારે વરસાદથી અનેક ગામડાંઓના રસ્તાઓ પૂરનાં ખાડામાં અને પાણીનાં ખાડામાં આખાં રસ્તાઓ ગરકાવ થઈ ગયા છે અને તંત્રની નિષ્ફળતાથી આજે અનેક લોકો મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે જો દરેક કામ અને માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે આવા પુલ અને રસ્તાઓનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને લોકોની દરેક કામની માંગણીઓ પૂરી થાય એ માટે સરકાર પાસે લોકો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે

પ્રેસ રિપોર્ટર ડિ.કે વાળા ગીર ગઢડા ઞીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]