અમરેલી નગરપાલિકા વિપક્ષ નેતા સમીર કુરેશી ની મહેમાન ગતિ માણતા NSUI ના પ્રદેશ પ્રમુખ અને પૂર્વ પ્રમુખ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ubzu2y93h2lj9ude/" left="-10"]

અમરેલી નગરપાલિકા વિપક્ષ નેતા સમીર કુરેશી ની મહેમાન ગતિ માણતા NSUI ના પ્રદેશ પ્રમુખ અને પૂર્વ પ્રમુખ


ગુજરાત પ્રદેશ NSUI ના નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના પ્રવાસે હોય ગતરોજ અમરેલી આવતા તેમણે અમરેલી નગરપાલિકા ના વિપક્ષ નેતા સમીર કુરેશી ના ઘરે મહેમાનગતિ માણી હતી આ સાથે ગુજરાત પ્રદેશ NSUI ના પૂર્વ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ સાથોસાથ જુના સંસ્મરણો યાદ કર્યા હતા નોંધનીય છે કે એક સમયે બંને યુવા નેતા ઓ એ NSUI થી વિદ્યાર્થી ના પ્રશ્નો ને લઈ લડત આપી રાજકીય પથ પર શરૂઆત કરી હતી એક સમયે ગુજરાત રાજ્ય માં વિદ્યાર્થી હિત ના સૌથી વધુ સફળ કાર્યક્રમ આપવામાં પ્રથમ આવવાની ઘટના પણ યાદ કરી નવા નેતૃત્વ ને પ્રેરણા રૂપી વાત વાગોળી હતી સૌથી વધુ સતર્ક અને કુનેહપૂર્વક ની એમની કામગીરી ની ભારોભાર પ્રશંશા કરી જિલ્લા પ્રમુખ તરીકે એમની કામગીરી નો ઇતિહાસ યાદ કરી શુભકામના પણ પાઠવી હતી અને હાલમાં બને યુવા નેતાઓ કોંગ્રેસ પક્ષમાં ખૂબ સારી જવાબદારી નિભાવી રહ્યા છે આ મુલાકાતે સમીર કુરેશીની મહેમાનગતિ માણી હતી.

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]