ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ની અધ્યક્ષતામાં નોબલ કોલેજ ખાતે e FIR વિશે માહિતી અપાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/u9cu8t8r0cvavudv/" left="-10"]

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ની અધ્યક્ષતામાં નોબલ કોલેજ ખાતે e FIR વિશે માહિતી અપાઈ


જુનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લાના લોકોમાં e FIR બાબતે જાગૃતિ આવે અને લોકો આ એપ્લિકેશન નો વધુમાં વધુ ઉપયોગ કરે, લોકોને પોતાની મોબાઈલ ચોરી અને વાહન ચોરીની ફરિયાદો કરવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ના ખાવા પડે અને પોતાને ઘેર બેઠા મોબાઈલ ના માધ્યમથી એપ્લિકેશન નો ઉપયોગ કરી, એફઆઇઆર નોંધાવી શકે, તે હેતુ થી દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને યુવાનોમાં જાગૃતિ આવે તે માટે સેમીનાર નું આયોજન કરી, માહિતી આપવા સૂચનાઓ કરવામાં આવેલ છે

જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશન, સી ડિવિઝન પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અગાઉ સેમીનાર યોજવામાં આવેલ હતો. આજરોજ જૂનાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોબલ યુનિવર્સિટી ના હોલ ખાતે નોબલ કોલેજના વિદ્યાર્થીઓ તથા પ્રોફેસર સહિતના આશરે 200 વ્યક્તિઓની હાજરીમાં જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ની અધ્યક્ષતામાં એક સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ સેમિનારમાં જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.વી. ધોકડિયાં, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.આર. ડવ, વાયરલેસ પીએસઆઈ પ્રતીક મશરુ, સહિતના પોલીસ અધિકારીઓ, નોબલ યુનિવર્સિટી ના ટ્રસ્ટી પાર્થભાઈ કોટેચા, પ્રતિકભાઈ મોરી, કોલેજના પ્રોફેસર તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સેમિનારમાં સ્વાગત ઉદબોધન પાર્થભાઇ કોટેચા દ્વારા કરવામાં આવેલ હતું. વાયરલેસ પીએસઆઈ પ્રતીક મશરૂ દ્વારા e FIR એપ્લિકેશન ના ઉપયોગ બાબતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન આધારે સવિર્તૃત માહિતી આપી, હાજર યુવાનોને એપ્લિકેશન લોન્ચ કરાવી, માહિતગાર કરવામાં આવેલ હતા. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા e FIR ના ફાયદા અને તેના દ્વારા પોલીસ સેવાના હેતુ બાબતની જાણકારી આપવામાં આવેલ હતી. ઉપરાંત આજના સાંપ્રત સમયમાં તેની જરૂરિયાત અને જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા માટે મદદરૂપ થવા આહવાન કરવામાં આવેલ હતું. તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.વી. ધોકડીયા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. એકંદરે કાર્યક્રમ સેમીનાર સફળ રહ્યો હતો.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]