પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા(રેણા) ગામે કૃષિક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ અંગે કાર્યક્ર્મ યોજાયો - At This Time

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા(રેણા) ગામે કૃષિક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ અંગે કાર્યક્ર્મ યોજાયો


ગોધરા

ગુજરાત સરકારશ્રી દ્વારા ચાલુ વર્ષ દરમ્યાન કૃષિક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજી (કૃષિ વિમાન)નો ઉપયોગ યોજના અંતર્ગત પાક સંરક્ષણ રાસાયણ/નેનો યુરીયા/એફસીઓ માન્ય પ્રવાહી ખાતરો/જૈવિક ખાતરના છંટકાવ માટે યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે યોજનાનું માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજ રોજ લોન્ચીંગ કરવામાં આવ્યું છે.

પંચમહાલ જિલ્લાનો લોન્ચીંગ તેમજ ડેમો કાર્યક્રમ ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા ઘી મોરવા(રેણા) અર્થક્ષમ સેવા સહકારી મંડળીના સહકારથી શહેરા તાલુકાના મોરવા(રેણા) ગામે રાખવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય દિલીપસિંહ અરવિંદસિંહ સોલંકી, તાલુકા પંચાયત સદસ્ય ચાવડા અરજનસિંહ ભુપતસિંહ તેમજ પરમાર રામસિંહ શંકરભાઇ, મોરવા(રેણા), ભુરખલ અને ઉજડા ગ્રામપંચાયતના સરપંચઓ, મહેરા મોરવા મંડળીના ચેરમેન, વાઇસચેરમેનશ્રી સહિત વિવિધ પદાઘિકારીઓ અને ૧૫૦ થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહી સ્થળ ઉપર લાઇવ ડેમોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.

આ યોજનામાં પંચમહાલ જિલ્લાના બીજા ખેડૂતો લાભ લે તે હેતુ માટે સરકારશ્રી દ્વારા આઇ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવા માટે તા.૨૮/૦૭/૨૦૨૨ થી ૨૬/૦૮/૨૦૨૨ સુઘી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે. જેથી ખેતીવાડી શાખા તરફથી વઘુમાં વઘુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવે તે માટે આહવાન કરવામાં આવ્યુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon