બોટાદ જિલ્લાની બંન્ને બેઠકો પર સવારના ૧૧:૦૦ સુધી ૧૮.૫૫ ટકા મતદાન નોંધાયું - At This Time

બોટાદ જિલ્લાની બંન્ને બેઠકો પર સવારના ૧૧:૦૦ સુધી ૧૮.૫૫ ટકા મતદાન નોંધાયું


આજે બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે સવારના ૧૧:૦૦ સુધી ૧૦૬-ગઢડા વિધાનસભા મતવિસ્તારમાં ૪૫૬૨૨ અને ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં ૫૭૩૬૫ મતદારો સહિત જિલ્લાના કુલ-૧૦૨૯૮૭ મતદારોએ તેમના પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આમ સવારના ૧૧:૦૦ કલાક સુધી જિલ્લાની બંન્ને બેઠકો પર ૧૮.૫૫ ટકા મતદાન નોંધાયું હોવાનું જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.