ધંધુકા તાલુકાનાવિદ્યાસહાયક શિક્ષકોને પ્રિસાઇડીંગ ઓફિસરની કામગીરીમાંથી મુકત કરવા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું. - At This Time

ધંધુકા તાલુકાનાવિદ્યાસહાયક શિક્ષકોને પ્રિસાઇડીંગ ઓફિસરની કામગીરીમાંથી મુકત કરવા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું.


ધંધુકા તાલુકાનાવિદ્યાસહાયક શિક્ષકોને પ્રિસાઇડીંગ ઓફિસરની કામગીરીમાંથી મુકત કરવા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું.
ધંધુકા તાલુકાના પ્રાથમિક શિક્ષકો કે જેઓની ત્રણ માસથી બે વર્ષની નોકરી માંડ થયેલ છે. અને જેઓને કોઇપણ પ્રકારની ચૂંટણી કામગીરીનો બિલકુલ અનુભવ નથી તેવા નવા શિક્ષકોને પ્રમુખ અધિકારીની નિમણૂંક આપેલ છે. ચૂંટણી કામગીરીનો એક પણ વખતનો પ્રત્યક્ષ અનુભવન નથી તે કેવી રીતે ચૂંટણી પાર પાડી શકશે ? વળી, બીજી તરફ જે સિનિયર શિક્ષકો છે. જેઓની દશ વર્ષથી ઉપરાંતની નોકરી અને પાંચ, સાત ચુંટણીઓમાં પ્રત્યક્ષ કામગીરીનો અનુભવ છે. તેઓના PO.1 માં આદેશ કરેલ છે. વળી રાજય ચૂંટણી આયોગના તા.૦૬-૧૧-૨૨ ના પત્ર અન્વયે “માનવ સંશાધન વ્યવસ્થાના ભાગરૂપે" સ્પષ્ટ જણાવેલ છે કે “કોઇપણ સિનિયર અધિકારીને તેમનાથી જુનિયર હોય તેવા કર્મચારી ના હાથ નીચે ફરજ પર નિમવામાં આવ્યા નથી તેની ખાતરી કરવાની રહેશે" તેવું સ્પષ્ટ જણાવ્યું છે. છતા કોઇપણ પ્રકારની ચૂંટણીલક્ષી સૂચનાઓને ધ્યાને લીધા વિના આદેશ કરેલ છે. તેમજ તારીખ:- ૨૦-૧૧-૨૨ની મિટીંગ આ શિક્ષકોએ રાજય ચૂંટણી પંચના લેટર સાથે વ્યકિતગત અરજી સાથે રજૂઆત મોકલેલ છે.
ધંધુકા તાલુકાના શિક્ષકોની ઉગ્ર માંગ છે કે આવા જુનિયર શિક્ષકોને પ્રિસાઇડીંગ ઓફિસરની કામગીરીમાંથી મુકત કરવામાં આવે અને P.O.1 કે P.O-2 ની કામગીરી આપવામાં આવે તેવી ધંધુકા તાલુકાના રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ- શિક્ષકોની ઉગ્ર માંગ છે

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.