સરા SBI બેંક માં મામલતદાર ની ખોટી ઓળખ આપી ધમકી આપનાર શખ્સ ઝબ્બે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tw1dnwzisujizmsg/" left="-10"]

સરા SBI બેંક માં મામલતદાર ની ખોટી ઓળખ આપી ધમકી આપનાર શખ્સ ઝબ્બે


*સરા SBI માં મામલતદાર ની ઓળખ આપી વૃધ્ધ માટે બે લાખ ની સહાય માંગનાર ઝડપાયો*

મુળી તાલુકાનાં સરા ગામે એસ.બી.આઈ.બેકમા વૃધ્ધ માટે સહાય મેળવવા ની વાત કરી અને મામલતદાર ની ઓળખ આપી હતી ત્યારે બેંક મેનેજર ને શંકા જતાં મુળી મામલતદાર કચેરી નો સંપર્ક કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો મુળ રાજકોટ નાં અતુલભાઈ રાઠોડ નામનાં શખ્સ એ સરા બેંક માં વૃધ્ધ નાં મકાન ની સહાય માં રીતસર બેંક મેનેજર નો ઉધડો લીધો હતો અને જણાવ્યું હતું કે રૂપિયા બે લાખ બેંક સ્ટાફ એકઠા કરી આ વૃદ્ધ ને તાત્કાલિક ધોરણે આપી દ્યો અને મુળી તાલુકાનાં મામલતદાર ની ઓળખ આપી હતી ત્યારે મેનેજર ને શંકા જતાં પોલીસ બોલાવી હતી જેમાં પોલીસ દ્વારા ખરાઈ કરવા માં આવી હતી અને તેની સામે ખોટી ઓળખ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આવી રીતે ખોટી ઓળખ આપનાર શખ્સ ને કાયદાકીય રીતે કાર્યવાહી કરી પાઠ ભણાવવા માં આવશે

*રામકુભાઈ કરપડા મુળી*
9825547085


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]