મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં ખનિજ ખનન વહન તંત્ર મૌન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/i15y0wvodp9mcins/" left="-10"]

મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં ખનિજ ખનન વહન તંત્ર મૌન


*મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં ખનિજ ખનન વહન થ‌ઈ રહ્યું છે*

*ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી માં આંખ આડા કાન કરવામાં આવે છે*

મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં ખનિજ સંપદા ઓ થી ભરેલા છે ત્યારે રાત દિવસ ધમધમતી કોલસાની ખાણો તંત્ર દ્વારા બંધ કરવામાં આવતી નથી અથવા દાનત નથી તેમ ખાખરાળા ધોળીયા દેવપરા વગડીયા ભેટ ગામે કોલસો નું ખનન વહન મોટાપ્રમાણમાં ખનિજ ચોરી થ‌ઈ રહી છે ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા એક બે ચરખી મશીન ઝડપવા માં આવે છે કામ પુરતી કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે કોઈ ખનીજ માફીયાઓ હાથ લાગતાં નથી અને તમામ મુદામાલ કબ્જે કરી બિનવારસી બતાવવામાં આવે છે અત્યાર સુધી કોઈ ખનીજ માફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી ફક્ત ચરખી મશીન જ મહિનામાં બે ત્રણ ઝડપી ખાણ ખનીજ વિભાગ કામગીરી નો આત્મસંતોષ માની બેસી રહે છે રાત નાં સમયે અનેક ઓવરલોડ ટ્રકો પસાર થાય છે તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને તાલુકા નાં દરેક ગામમાં ખનન વહન થ‌ઈ રહ્યું છે તેમછતાં તંત્ર મૌન ધારણ કરી સબસલામત ની વાત કરે છે જીલેટીન બ્લાસ્ટ થી પાંચ પાંચ કિલોમીટર સુધી ધરતી ધણધણી ઉઠે છે તેમ છતાં આ અવાજ તંત્ર નાં બહેરા કાને સંભળાતો નથી તે કમનસીબી છે આ ખનન વહન થી પર્યાવરણ પ્રકૃતિ અને જમીન ને મોટું નુક્સાન પહોંચાડી રહેલ ભૂમાફિયા સામે તંત્ર કેમ મૌન છે તે સવાલ ગામજનો કરી રહ્યા છે

*રામકુભાઈ કરપડા મુળી*
9825547085


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]