રાજકોટની સગીરાનું અપહરણ કરી મંગેતરના મિત્રનું દુષ્કર્મ - At This Time

રાજકોટની સગીરાનું અપહરણ કરી મંગેતરના મિત્રનું દુષ્કર્મ


રાજકોટના આજીડેમ નજીક રહેતી સગીરાનુ ચોટીલા નજીક આવેલા ભેટસુડા ગામના શખ્સે લલચાવી ફોસલાવી સગીરાના ઘર પાસે આવી તેણીનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાનું જાણવા મળતા આજીડેમ પોલીસે સગીરાના પિતા ની ફરિયાદ પરથી શખ્સ વિરુદ્ધ અપહરણ,દુષ્કર્મ અને પોકસોની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.સગીરાનું જે યુવક સાથે સગપણ થયું તે યુવકના મિત્રએ જ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હોવાનું જાણવા મળ્યું હતું.
વધુ વિગતો મુજબ રાજકોટના આજીડેમ પાસે રહેતા આધેડે ફરિયાદમાં સુરેન્દ્રનગરના ચોટીલાના ભેટસુડા ના કિશન લાલજીભાઈ કુકડીયા નું નામ આપતા તેમની સામે અપહરણ,દુષ્કર્મ અને પોકસો ની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને આજીડેમ પોલીસ મથકના પીઆઇ કે.જે.કરપડા સહિતના સ્ટાફે અમદાવાદથી સકંજામાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ સગીરા અને કિશન બને રાજકોટથી નાસી જઇ અમદાવાદમાં રહેતા હતા.
ફરિયાદીએ જણાવ્યું હતું કે,તેઓ છુટક મજૂરી કામ કરે છે અને પરિવારનો ગુજરાન ચલાવે છે તેમને સંતાનમાં ચાર દીકરી અને એક પુત્ર છે તેમની 17 વર્ષની પુત્રી અગાઉ સાતેક મહિના પહેલા તેની જ જ્ઞાતિના એક યુવક સાથે ભાગી ગઈ હતી.ત્યારબાદ પોલીસે બન્નેને શોધી આપ્યા હતા અને બાદમાં બંને પરિવારની સહમતિથી યુવક સાથે તેણીની સગાઈ કરી આપી હતી.સગાઈ બાદ આ વર્ષમાં જ દિવાળી બાદ લગ્ન પણ નક્કી કરવાના હતા.
સગીરા તેના મંગેતરના ઘરે અવાર નવાર જતી જેથી ત્યાં આ કિશન સાથે પરિચય થયો હતો તે કિશન મંગેતરના ઘરે આવતો જતો હતો.બાદમાં સગીરા અને કિશન વાતચીત કરતા હોય જેથી દોઢેક મહિના પહેલા કિશને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ઘર પાસેથી જ સગીરાનું અપહરણ કરી લઈ ગયો હતો બાદમાં પરિવારજનોએ શોધખોળ કરી હતી.પરંતુ ક્યાંય મળી ન આવતા પોલીસમાં પુત્રી ગુમ થયાની જાણ પણ કરી હતી.
ત્યારબાદ મંગેતરના ઘરે આવતો કિશન જે ભેટસુડા ગામે રહેતો હોય ત્યાં તપાસ કરતા તે પણ ઘરે હાજર ન હોય તે પણ ક્યાંક જતો રહ્યો હોય માટે સગીરાના પરિવારને દૃઢ શંકા ગઈ હતી અને ત્યારબાદ આજીડેમ પોલીસે તપાસ કરતા સગીરા અને યુવક બંને અમદાવાદથી મળી આવ્યા હતા અને બંનેને રાજકોટ લાવી પૂછપરછ કરતા સગીરાને કિશને અવાર નવાર દુષ્કર્મનો શિકાર બનાવી હોવાનું જાણવા મળ્યું હતું.તેમજ આરોપીને સકંજામાં લઈ તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.