ઉત્તર ગુજરાતમાં ગરમી વધતાં માત્ર ૧૫ દિવસમાં ૧૦૮ ઈમરજન્સીને હીટ સ્ટ્રોકના ૭૦૦ કેસ મળ્યા - At This Time

ઉત્તર ગુજરાતમાં ગરમી વધતાં માત્ર ૧૫ દિવસમાં ૧૦૮ ઈમરજન્સીને હીટ સ્ટ્રોકના ૭૦૦ કેસ મળ્યા


સૌથી વધુ ૧૮૮ કેસ બનાસકાંઠામાં, મહેસાણામાં ૧૫૬, અરવલ્લીમાં ૧૩૪, સાબરકાંઠામાં ૧૩૩ અને પાટણમાં ૮૬ કેસ સામે આવ્યા. કાળઝાળ ગરમી પડી રહી હોઈ લૂ લાગવાની સમસ્યાઓ વધી, સતત પસીનાને કારણે ચામડીના રોગોમાં પણ વધારો નોંધાયો. બુધવારે ડીસાનું મહત્તમ તાપમાન ૪૦.૭ ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે બીજા દિવસે ગુરુવારે પારો સામાન્ય ગગડયો હતો અને મહત્તમ તાપમાન ૪૦.૦ ડિગ્રી રહ્યુ હતુ. જો કે સામાન્ય પારો ઘટવા છતાં દિવસભર આગ ઓકતી ગરમી પડી હતી અને લોકો પરસેવે રેબઝેબ થયા હતા. આગામી બે ત્રણ દિવસ ગરમીનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહી શકે છે અને ફરીથી એપ્રિલના અંતમાં તાપમાન ત્રણ થી ચાર ડિગ્રી ઉચકાય તેવી શક્યતાઓ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.