તલોદ-ઉજેડિયા રોડ પર અદ્યતન સુવિધાથી સજ્જ સ્ટડી સેન્ટર બનાવાયું - At This Time

તલોદ-ઉજેડિયા રોડ પર અદ્યતન સુવિધાથી સજ્જ સ્ટડી સેન્ટર બનાવાયું


તલોદમાં રબારી સમાજે સ્ટડી સેન્ટરના નિર્માણ માટે ૭૭ લાખનું દાન એકત્ર કર્યું. સ્ટડી સેન્ટરમાં અદ્યતન લાઈબ્રેરી, ક્લાસરૂમ બનાવાયા, મે મહિનામાં લોકાર્પણ કરાશે. સાબરકાંઠા- અરવલ્લી જિલ્લાના રબારી સમાજના વિદ્યાર્થી ભાઈ-બહેનોના શિક્ષણ અને રોજગારીની તક માટે સ્ટડી સેન્ટરનું નિર્માણ કરવા માટે સમાજ આગેવાનો પહેલ કરતા સમાજના નોકરીયાત વર્ગ તેમજ અગ્રણીઓ દાનની સરવાણી વહેવાતા અંદાજે ૭૭ લાખ રૂપિયા જેટલુ દાન એકત્ર કરાયું હતું. આ દાનની રકમમાંથી તલોદ-ઉજેડીયા રોડ ઉપર અદ્યતન સુવિધાઓથી સજજ સ્ટડી સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.