સમસ્ત દિવાસા ગામ આયોજીત રામ મંદિર અને રામદેવજી મહારાજ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tm3vakcr1npwzroa/" left="-10"]

સમસ્ત દિવાસા ગામ આયોજીત રામ મંદિર અને રામદેવજી મહારાજ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.


સમસ્ત દિવાસા ગામ આયોજીત તા.૦૨.૦૨.૨૦૨૩ અને ૦૩.૦૨.૨૦૨૩ મહા સુદ બારસ અને તેરસના બંન્ને દિવસે ભગવાન શ્રી રામ અને રામદેવજી મહારાજની મુર્તિની પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધર્મકાર્યમાં સૌ ગ્રામજનો જોડાયા હતા.
જેમાં તા.૦૨.૦૨.૨૦૨૩ ના રોજ શોભાયાત્રા અને જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામની 11 કુંવારીકા દિકરીઓ માથા પર ઈંઢોણી અને કળશ લઈ શોભાયાત્રામાં જોડાઈ હતી.તેમજ મંદિરના શિખર પર મીંડું ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
તા.૦૩.૦૨.૨૩,શુક્રવારના રોજ બંન્ને મંદિરોએ હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યજમાન બનેલ ગામના દંપતિઓ યજ્ઞમાં બેસી આ ધર્મકાર્યમાં સહભાગી થયા હતા.તેમજ સાંજે રામદેવજી મહારાજના મંદિરે પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.આમ આ બે દિવસ સમસ્ત દિવાસા ગામની ધર્મપ્રેમી જનતાએ સાથ અને સહકાર આપી આ ધર્મકાર્યમાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સનાતન ધર્મએ આદિકાળથી ચાલતો ધર્મ છે આ ધર્મની જ્યોતને રામદેવજી મહારાજે કાયમ માટે પ્રજવલ્લીત રાખી છે,તો ભગવાન શ્રી રામને મર્યાદા પુરૂષોતમ તરીકે હિંદુ ધર્મમાં સ્થાન અપાયું છે.વચન,આદર્શ,વડિલોની મર્યાદા,નિતી,ન્યાય,સત્ય પરાયણ,ગુરૂઓનો આદર જેવા મુલ્યો ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર પરથી આપણને શીખ આપે છે.
આજે આપણા હિંદુ ધર્મના આ મહાપુરૂષો ભગવાન શ્રી રામ અને રામદેવજી મહારાજના મંદિરની સમસ્ત દિવાસા ગામ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે જે ખુબ જ વંદનીય ધર્મકાર્ય કર્યું છે.જેનાથી આવનારી આપણી પેઢી આપણા આ મહાપુરૂષોના જીવનચરિત્ર વિશે માહિતગાર થાય અને આપણી હિંદુ ધર્મની પરંપરાને જીવંત રાખે અને આવા ધર્મકાર્ય થકી સનાતન ધર્મની જ્યોત કાયમને માટે આ ધરતી પર પ્રજવલ્લીત રહે,આવા યજ્ઞો થકી આ પ્રકૃતિ શુધ્ધ રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના સહ.....
સૌ ધર્મપ્રેમી જનતાને
જયશ્રી રામ
જય રામદેવજી મહારાજ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]