નવાગામમાં તિનપત્તીનો જુગાર રમતા પાંચ બાજીગરો ઝડપાયા - At This Time

નવાગામમાં તિનપત્તીનો જુગાર રમતા પાંચ બાજીગરો ઝડપાયા


નવાગામમાં કેશુભાઇના બગીચા સામે જાહેરમાં તિનપતિનો જુગાર રમતા પાંચ શખ્સોને કુવાડવા રોડ પોલીસે પકડી રૂા. 31,300નો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ એમ.એમ.કુંભારવાડીયા અને કોન્સ્ટેબલ સંજય મિયાત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે નવાગામમાં કેશુભાઇના બગીચા સામે જાહેરમાં તિનપતિનો જુગાર રમતા આલા ચકુ સિંઘવ, સંજય કેશુ માલકીયા, મેરામ સોંડા ગમારા, પ્રવિણ જયસુખ બાબરીયા, રામજી બચુ સિંઘવ (રહે. તમામ નવાગામ, આણંદપર)ને પકડી રૂા. 31,300નો મુદામાલ કબ્જે કર્યો હતો.
જયારે જંકશન મેઇન રોડ પર આશાપુરા ચા હોટલની સામે જાહેરમાં વરલી ફીચરના આંકડા લેતો દિલીપસિંહ વેલુભા ઝાલા (ઉ.વ.60, રહે. રેલ્વે સ્ટેશન મેઇન રોડ)ને પ્ર.નગર પોલીસે પકડી પાડી રૂા.700ની રોકડ કબ્જે કરી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.