માળીયા હાટીનામાં શ્રી રામદેવજી મંદિરના આંગણે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે - At This Time

માળીયા હાટીનામાં શ્રી રામદેવજી મંદિરના આંગણે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે


માળીયા હાટીનામાં શ્રી રામદેવજી મંદિરના આંગણે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માટે આયોજકો દ્વારા તડામાર તૈયારી

તા.૭/૨/૨૩ મંગળવારના રોજ સવારે ૮/૩૦ કલાકે માળીયા હાટીના રેલ્વે સ્ટેશન પાસે રામેશ્વર મંદિરે થી શહેરના મુખ્ય બજાર થઈ શ્રી રામદેવજી મંદિર સુધી ભવ્ય વાજતે ગાજતે પોથી યાત્રા નીકળશે

માળીયા હાટીનાની પાવન ધરતી પર અને મેઘલ નદીના કાંઠે શ્રી રામદેવજી મંદિર મંહત શ્રી બલરાજપુરી ગુરૂ માયાપુરી દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સાર્વજનિક આયોજન જેમાં આ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં શાસ્ત્રી શ્રી સંજયભાઈ ત્રિપાઠી (કાશીવાળા - સંસ્કૃત વૈદિક સાહિત્યમાં M.A) વ્યાસપીઠ પર બિરાજી સંગીતમય સુરાવલી સાથે અલૌકિક કથામૃતનું રસપાન તા. ૭-૨-૨૦૨૩ થી નિરધારેલ છે. તેની પુર્ણાહુતિ તા. ૧૪-૨-૨૦૨૩ ના રોજ કરાવશે.

આ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં દ્રોપદી કથા મહાત્મ્ય તથા કુન્તી ભિષ્માદિ ચરિત્ર તા. ૭-૨-૨૦૨૩ મંગળવાર, કપિલોપાખ્યાન અને ધૃવ ચરિત્ર તા. ૮-૨-૨૦૨૩ બુધવાર, જળભરત પ્રહલાદિ ચરિત્ર તા. ૯-૨-૨૦૨૩ ગુરૂવાર, બલિ/વામન પ્રસંગ રામ ચરિત્ર અને કૃષ્ણ જન્મ
તા. ૧૦-૨-૨૦૨૩ શનિવાર, શ્રી કૃષ્ણ બાલલીલા/ગોર્વધન પુજા /છપ્પનભોગ તા. ૧૧-૨-૨૦૨૩ શુક્રવાર, ઉધ્ધવ વ્રજગમન અને રૂકમણી વિવાહ તા. ૧૨-૨-૨૦૨૩ રવિવાર, સુદામા ચરિત્ર, નવ યોગેશ્વર સંવાદ/શ્રી સુખદેવ વિદાય તા. ૧૩-૨-૨૦૨૩ સોમવાર, હવન, સંતો-મહંતોનું મિલન અને મહા પ્રસાદ
તા. ૧૪-૨-૨૦૨૩ મંગળવાર તેમજ દરરોજ રાત્રીના ભજન સત્સંગ અને વિવિધ સાંસ્કૃતિ કાર્યકર્મો અને તા.૧૪/૨/૨૩ ના રોજ બપોરે સંતો મહંતોને મહા પ્રસાદનું આયોજન કરેલ હોય

આ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાંનું ભવ્ય આયોજન માં માળીયા હાટીના તાલુકાના દરેક ધર્મ પ્રેમી ભાવિકજનોને આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રસપાન કરવા પધારવા માટે તેમજ આ કથા દરમિયાન દરરોજ બપોરે ભોજન/પ્રસાદીની વ્યવસ્થા રાખેલ જેનો લાભ લેવા મહંત શ્રી બલરાજપુરી ગુરૂ શ્રી માયાપુરી ની યાદી જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.