કોલેજના ટ્રસ્ટી સામે જ નાણાં ઊચાપતની વ્યાપક ફરિયાદો - At This Time

કોલેજના ટ્રસ્ટી સામે જ નાણાં ઊચાપતની વ્યાપક ફરિયાદો


અમદાવાદમણિનગરની
ગ્રાન્ટેડ કે.કે.શાહ સાયન્સ કોલેજ અને કોલેજ કેમ્પસમાં ચાલતી સ્કૂલોનો છેલ્લા ઘણા
સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે તાજેતરમાં એનએસયુઆઈના કાર્યકરો દ્વારા
કોલેજ-સ્કૂલ કેમ્પસમાં ટ્રસ્ટી-મેનેજમેન્ટ સામે ભારે હોબાળો મચાવવામા આવ્યો
હતો.કોલેજના જ ટ્રસ્ટી સામે મહેનતાણું ન આપવાની અને નાણા ઊચાપતની કર્મચારીઓ દ્વારા
વ્યાપાક ફરિયાદો કરવામા આવી છે. કોલેજના આચાર્યએ ટ્રસ્ટને પણ પરીક્ષા
સ્ટાફ-અધ્યાપકોને મહેનતાણું નહી મળવા બાબતે અનેક રજૂઆતો કરી છે પરંતુ કોઈ
મહેનતાણું ન અપાતા અને ત્રાસ અનુભવતા આચાર્ય પણ કંટાળીને છેલ્લા ઘણા સમયથી રજા પર
ઉતરી ગયા છે.ઉપરાંત કોલેજના એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા કર્મચારીએ કંટાળીને
સ્વૈચ્છિક રાજીનામુ આપી દીધુ હોવાનું સામે આવ્યુ છે.કર્મચારીઓની ફરિયાદ છે કે
ટ્રસ્ટી બની બેઠેલા હિમાંશુ પરીખ દ્વારા કર્મચારીઓની સમસ્યાઓને સંભળાતી નથી અને
મહેનતાણું નથી અપાતુ.આ ટ્રસ્ટી દ્વારા લાખો રૃપિયાની નાણાકીય ઉચાપત કરાઈ હોવાની પણ
વ્યાપક ફરિયાદો ઉઠી છે.ઉપરાંત થોડા સમય પહેલા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પણ
ફરિયાદ થઈ છે.અધ્યાપકો-કર્મચારીઓની ફરિયાદ છે કે ફીઝિક્સસ,બાયોલોજી,મેથ્સ, કેમિસ્ટ્રી સહિતના ડિપાર્ટમેન્ટના પ્રેકટિકલ
પરીક્ષા અને યુનિ.ની થીયરી પરીક્ષા કામગીરીના મહેનાતાણા અપાતા નથી .

એનએસએસની ગ્રાન્ટ પણ ન વપરાતા યુનિ.ને પરત આપી
દેવાઈ છે.કોલેજ-સ્કૂલના બિલ્ડીંગ એક હોવા છતાં સરકાર બે અલગ અલગ બિલ્ડીંગ બતાવીને
છેતરપીંડી થઈ રહી છે.કોલેજના ટ્રસ્ટી હિમાંશુ પરીખે જણાવ્યું કે ખોટી ફરિયાદો
કરવામા આવી રહી છે અને મહેનતાણાના ખોટા બિલો મુકાયા છે.ગ્રાન્ટ ન વપારાતા યુનિ.ને
પરત કરી દેવાઈ છે. મહત્વનું છે કે ચેરિટી કમિશનર કચેરીમાં પણ અન્ય એક જુના ટ્રસ્ટી
દ્વારા ફરિયાદ પણ થઈ છે અને કમિશનર કચેરી દ્વારા ચુકાદો પણ અપાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.