અપહરણ, બિટકોઈનમાં ખંડણી, લોહીમાં લથપથ વેપારી... પોલીસે સમગ્ર ઘટનાનો કર્યો પર્દાફાશ - At This Time

અપહરણ, બિટકોઈનમાં ખંડણી, લોહીમાં લથપથ વેપારી… પોલીસે સમગ્ર ઘટનાનો કર્યો પર્દાફાશ


નવી દિલ્હી, તા. 20 ઓગસ્ટ 2022 શનિવારઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના પીજીઆઈ વિસ્તારમાંથી એક વેપારીનુ ચાર લોકોએ અપહરણ કર્યુ. અપહરણકર્તાઓએ ખંડણીમાં વેપારી પાસેથી એક કરોડ કરતા વધારેના બિટકોઈન લીધા અને મારામારી કરીને રસ્તામાં ફેંકી દીધા. વેપારીએ પોતાની આપવીતી જણાવતા કહ્યુ ત્રણ કલાક મારા હાથ-પગ બાંધીને તેમણે મને સતત લાકડીઓથી માર્યો હતો. મોઢામાં પિસ્ટલ અને ડંડા ઘૂસાડી દીધા હતા. વેપારીના જણાવ્યા અનુસાર તેઓ ગંભીર ઈજાગ્રસ્ત છે, આખુ મોઢુ ફાટી ગયુ છે. ત્રણ દિવસથી કંઈ ખાઈ શક્યો નહોતો, ત્રણ દિવસ પાણી જ પીતો રહ્યો, જે બાદ જમવાનુ શરૂ કરી શક્યો. બંને હાથમાં ફ્રેક્ચર છે. એક હાથમાં મલ્ટીપલ ફ્રેક્ચર છે. ડોક્ટરે તાત્કાલિક ઓપરેશન કરવાનુ હતુ પરંતુ ડોક્ટરે તાત્કાલિક ઓપરેશન કરવાનુ ટાળ્યુ. હવે બીજા ડોક્ટર કહી રહ્યા છે કે ઓપરેશન થઈ શકશે નહીં. ડોક્ટરોનુ કહેવુ છે કે હવે જમણો હાથ વધારેમાં વધારે 80 ટકા જ સાજો થઈ શકશે.વેપારીએ વધુમાં જણાવ્યુ કે તેઓ ખૂનમાં લથપથ હતા અને તેમને લખનૌના કુર્સી રોડ પર અપહરણકર્તાઓએ ફેંકી દીધા હતા. એક ટેમ્પોવાળાએ તેમની મદદ કરી. ટેમ્પોવાળાએ તેમને એન્જિનિયરીંગ કોલેજ સુધી છોડ્યા અને પછી એન્જિનિયરીંગ કોલેજથી બીજી ઓટો કરીને તેઓ પોતાના ઘરે પહોંચ્યા. પોલીસે કર્યો પર્દાફાશપોલીસના જણાવ્યા અનુસાર સાત ઓગસ્ટની સાંજે વેપારીનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ. પોલીસે 16 ઓગસ્ટે કેસમાં ત્રણ આરોપીઓ સંદીપ પ્રતાપ સિંહ, રણવીર સિંહ અને વિજય પ્રતાપ સિંહની ધરપકડ કરી છે. પોલીસે મીડિયાને જાણકારી આપી કે અપહરણકર્તાઓએ વેપારીના બિટકોઈન વોલેટમાંથી પોતાના બિટકોઈન એકાઉન્ટમાં ખંડણીના રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. આ રકમ એક કરોડ ત્રણ લાખ રૂપિયા હતી.પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી એક પિસ્ટલ, કારતૂસ, એક કાર અને 30 હજાર રૂપિયાની રોકમ જપ્ત થઈ છે. પોલીસને ખંડણીના બિટકોઈન ટ્રાન્ઝેક્શનની જાણકારી પણ મળી છે. લખનૌના પૂર્વના ડીસીપીએ નિવેદન આપ્યુ કે સાતથી આઠ ઓગસ્ટની રાતની વચ્ચે આ ઘટના ઘટી. સવારે વેપારીની પત્નીએ સ્ટેશનમાં માહિતી આપી અને તે માહિતીના આધારે કેસ નોંધાયો. જેમાં કલમ 364એ, 392, 411, 323, 347, 386, 506 અને 3/25 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.16 ઓગસ્ટે પકડાયેલા આરોપી16 ઓગસ્ટ 2022એ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓએ વેપારીને બંધક બનાવીને તેમને સીતાપુરના ફાર્મ હાઉસમાં રાખ્યા. તેમણે જણાવ્યુ, ફાર્મ હાઉસ પર જ વેપારીના બિટકોઈન વોલેટમાંથી પોતાના બિટકોઈન એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા અને જે બિટકોઈનની અમાઉન્ટ હતી, તેની વેલ્યુ એક કરોડ ત્રણ લાખની લગભગ છે. અત્યાર સુધી પોલીસ ટીમે 90 લાખની લગભગ અમાઉન્ટ પરત કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર સીતાપુરના ફાર્મ હાઉસના માલિક વીરુ પણ વોન્ટેડ છે. તેમને પકડવા માટે ટીમ કાર્યરત છે અને દાવો કરી રહી છે કે ટૂંક સમયમાં તેમની ધરપકડ પણ કરી લેવામાં આવશે. એક આરોપી વેપારીને જાણતો હતોલખનૌએ પણ જણાવ્યુ કે માસ્ટર માઈન્ડ રાજવીર વેપારીને પહેલાથી જાણતો હતો અને તેને વેપારીના બિટકોઈન વોલેટની પૂરી જાણકારી પણ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ પોલીસથી બચવા માટે કારમાં હાઈકોર્ટનુ બોર્ડ લગાવેલુ હતુ. ત્રણેય આરોપીઓને બાતમીના આધારે પકડવામાં આવ્યા હતા. પોલીસની કાર્યવાહી વિશે વેપારીએ કહ્યુ, હુ ખૂબ વધારે તકલીફમાં છુ. બંને હાથમાં મલ્ટીપલ ફ્રેક્ચર છે. હુ અત્યારે માનસિક રીતે ખૂબ વધારે પરેશાન છુ. પોલીસે સારી રીતે સપોર્ટ કર્યો. હુ આનાથી વધુ કંઈ કહેવા માંગતો નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.