જાણો, અંગ્રજોને લડત આપનારા પ્રથમ શહિદ વિશે. 1957ના વિપ્લવના 72 વર્ષ પહેલા બ્રિટીશરોને પડકાર ફેંકેલો - At This Time

જાણો, અંગ્રજોને લડત આપનારા પ્રથમ શહિદ વિશે. 1957ના વિપ્લવના 72 વર્ષ પહેલા બ્રિટીશરોને પડકાર ફેંકેલો


ભાગલપુર,15 ઓગસ્ટ,2022, સોમવાર ઇસ ૧૮૫૭ના સ્વાતંત્રસંગ્રામને અંગ્રેજ શાસન વિરુધ ભારતીયોનો પહેલો પ્રતિકાર માનવામાં આવે છે.પરંતુ વિપ્લવના ૭૨ વર્ષ પહેલા ઇસ ૧૭૮૫માં બિહારના સુલતાનગંજ પાસેના તિલકપુર ગામના તિલકા માંઝી અને તેના ક્રાંતિવીરો અંગ્રેજ શાસનની સામે પડીને શહિદ થયા હતા. આથી તિલકા માંઝીને અંગ્રેજો સામે લડત આપનારો પ્રથમ શહિદ ગણવામાં આવે છે. તિલકાને જાબરા પહાડિયાના નામથી પણ ઓળખવામાં આવે છે.ભારતના વિકસિત વિસ્તારના લોકોને અંગ્રેજોની ગુલામીનો અનુભવ થવાનો બાકી હતો ત્યારે પહાડી વિસ્તારના આ યુવાનને તેનો અણસાર આવી ગયો હતો.આદિવાસીઓના પર્વતીય વિસ્તારમાં પહાડી જાતિના લોકોનું શાસન હતું. સ્થાનિક જમીનદારોને હાથ પર લઇને અંગ્રેજોએ કર ઉઘરાવવા તૈયાર કર્યા હતા.આથી તિલકાએ વનેચારી નામના સ્થળે અંગ્રેજો વિરુધ વિદ્વોહ શરુ કર્યો હતો. તિલકાના નેતૃત્વમાં ભાગલપુર, સુલતાનગજથી શરુ કરીને દૂર દૂર સુધી જંગલ વિસ્તારના યુવાનો લડત માટે તૈયાર થયા હતા.બ્રિટીશરોએ વિદ્વોહ જેવી પરીસ્થિતિને થાળે પાડવા કલીવલેન્ડ નામના એક અફસરને મોકલ્યો હતો.તિલકામાંઝીએ અંગ્રેજ સૈન્યની વ્યુહરચના ગોઠવી રહેલા કલિવલેન્ડને પડકાર ફેંકયો હતો.તિલકાએ ૧૩ જાન્યુઆરી ૧૭૮૪ના રોજ તીર મારીને કલિવલેન્ડને મોતને ઘાટ ઉતાર્યો હતો. કલીવલેન્ડની હત્યાના સમાચાર સાંભળીને અંગ્રેજ સરકારના અફસરોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.તિલકામાંઝી અને તેના ક્રાંતિકારી સાથીઓને પકડવા માટે અંગ્રેજોએ જાળ બિછાવવા માંડી હતી. છેવટે તિલકા માઝીને ઇસ ૧૭૮૫માં પકડીને એક ઝાડ સાથે બાંધીને ફાંસી આપવામાં આવી હતી.ક્રાંતિકારી તિલકા માંઝીની સ્મૃતિમાં ભાગલપુરમાં તેનું સ્ટેચ્યું તૈયાર કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.