હર ઘર તિરંગા વેબસાઈટ પર 4.67 કરોડ લોકોએ તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરી - At This Time

હર ઘર તિરંગા વેબસાઈટ પર 4.67 કરોડ લોકોએ તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરી


નવી દિલ્હી,તા.15 ઓગસ્ટ,2022 સોમવારઆઝાદીનો અમૃત મહોત્સવ લોકો પર છવાઈ ગયો છે.આખા દેશમાં કરોડો તિરંગા લહેરાતા જોઈ શકાય છે .પીએમ મોદીએ દરેક ઘર પર તિરંગો ફરકાવવાની કરેલી અપીલ બાદ દેશમાં તિરંગા મય માહોલ છે.સરકારે હર ઘર તિરંગા નામની એક વેબસાઈટ પણ બનાવી છે.જેના પર પીએમ મોદીએ પોતાની સેલ્ફી અપલોડ કરવા માટે લોકોને અપીલ પણ કરી હતી.આ વેબસાઈટ પર સોમવારે બપોરે બે વાગ્યા સુધીમાં 4.67 કરોડ લોકો તિરંગા સાથે પોતાની સેલ્ફી અપલોડ કરી ચુકયા છે.સેલ્ફી અપલોડ કરનારાઓમાં આમ નાગરિકથી માંડીને અમિતાભ બચ્ચન, રજનીકાંત, સચિન તેંડુલકર, રોહિત શર્મા, સોનુ સૂદ, નીલ નીતિશ મુકેશ જેવી સેલિબ્રિટિઝનો પણ સમાવેશ થાય છે.ગૃહ મંત્રી અમિત શાહે પણ પોતાની સેલ્ફી તેના પર અપલોડ કરી છે.કોઈ પણ વ્યક્તિ https://harghartiranga.com/ પર જઈને પોતાની તિરંગા સાથે સેલ્અફી અપલોડ કરી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.