રાજકોટ શહેર પ્રાદેશિક માહિતી કચેરી ખાતે પત્રકારોએ લીધા અચૂક મતદાનના શપથ. - At This Time

રાજકોટ શહેર પ્રાદેશિક માહિતી કચેરી ખાતે પત્રકારોએ લીધા અચૂક મતદાનના શપથ.


રાજકોટ શહેર પ્રાદેશિક માહિતી કચેરી ખાતે પત્રકારોએ લીધા અચૂક મતદાનના શપથ.

રાજકોટ શહેર તા.૫/૫/૨૦૨૪ ના રોજ ગુજરાત રાજ્યમાં ૭મી મેના રોજ લોકશાહીના મહાપર્વની ઉજવણી થવા જઈ રહી છે. લોકસભાની ચૂંટણીમાં લોકશાહી શાસન વ્યવસ્થાના ચોથા સ્તંભ સમાન પત્રકારો મતદાનમાં સહભાગી થવા માટે સજ્જ છે. પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે પત્રકારોએ અચૂક મતદાનના શપથ લીધા હતા. રાજકોટ સંસદીય મત વિસ્તારમાં જીલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના નેતૃત્વમાં મહત્તમ મતદાન થાય, તે હેતુસર જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જે અન્વયે ઠેર-ઠેર યોજાતા મતદાન જાગૃતિ કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં લોકો અવશ્ય મતદાનની પ્રતિજ્ઞા લઈ રહ્યાં છે. ત્યારે પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે મીડિયા જગત એકત્ર થયું હતું. જેમાં સહાયક માહિતી નિયામકઓ સોનલબેન જોશીપુરા અને પ્રિયંકાબેન પરમારની ઉપસ્થિતિમાં પત્રકારો અને કેમેરા પર્સન્સ એ જ્ઞાતિ-જાતિના ભેદવાવ રાખ્યા વિના અને કોઈપણ પ્રકારના પ્રલોભનમાં આવ્યા સિવાય અચૂકપણે મત આપવા જવાના શપથ ગ્રહણ કર્યા હતા. આ તકે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓએ મતદાન મથક અને મત ગણતરી કેન્દ્ર ખાતે ચૂંટણી પંચની માર્ગદર્શિકાને અનુસરીને કવરેજ કરવા માટે ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.